કાંકરિયા ઝુ માં નવા મહેમાનનું આગમન થઇ ગયું છે. મહારાષ્ટ્રના નાગપુરથી ગોરેવાડાના વાઇલ્ડ લાઇફ રેસક્યુ સેન્ટર તરફથી કાંકરિયા ઝૂને 3 મેલ, 3 ફિમેલ ચિત્તા અને 2 ફિમેલ વાઘ સોંપવામાં આવ્યા છે. હાલ વાતાવરણને સાનુકુળ થવા માટે પ્રાણીઓને ક્વોરન્ટાઇ રાખવામાં આવે છે. એક મહિના પછી સહેલાણીઓ જોઇ શકશે.
કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાંથી પ્રાણી,પક્ષીઓ અને સરિસૃપોના દર વર્ષે મોટી સંખ્યામાં બચ્ચાંઓ જન્મે છે અને વધારાના પ્રાણી-પક્ષીઓ અને સરિસૃપ ગોરેવાડા ઝુને આપવામાં આવે છે. ચિતા અને વાઘની સામે મહારાષ્ટ્ર ગોરેવાડા ઝુ ને રોઝ પેલીકન, સ્પૂનબીલ, નાઇટ હેરોન, વ્હાઇટ ઇબીસ, કોર્મોરેન્ટ, કેટલ ઇગ્રેટ, રોઝ-રીંગ પેરાકીટ, એલેક્ઝેન્ડરીંગ પેરાકીટ, પીચ ફેસ્ટ લવબર્ડ, રોઝ-બ્રેસ્ટેર્ડ પેરાકીટ, જાવા સ્પેરો, રોક પાયથન, ઇન્ડિયન પોક્યુપાઇન, હોગ ડીયર, કોમ્બ ડક, રુકોસ ટરટલ ડવ, કોકેટીવ, બજરીગર, કોમન લુંગર સહિતના મેલ અને ફિમેલ પ્રાણીઓ અને પક્ષીઓ સોંપવામાં આવશે. હાલ કાંકરિયા ઝુ માં એક સિંહ, બે સિંહણ, એક સફેદ વાઘણ, ત્રણ વાઘણ,4 મેલ-5 મેફિલ મળી નવ દિપડા, રીંછ, હાથી, 2 હિપોપોટેમસ, 9 શિયાળ અને મોટી સંખ્યામાં પક્ષીઓ-સરિસૃપ મળી કુલ 2100 ઉપરાંત વન્ય પ્રાણીઓને રાખવામાં આવ્યા છે.










