• આ સ્કૂલના કરાટે ટ્રેનરની શરમજનક હરકતથી વાલીઓમાં રોષ ભભૂક્યો

  • ટ્રેનરને સસ્પેન્ડ કર્યા બાદ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી
  • શહેર ડીઈઓના આદેશથી સ્કૂલ દ્વારા આ ટ્રેનરને સસ્પેન્ડ કરી રાજીનામુ લેવાયું

અમદાવાદના વસ્ત્રાલની એકલવ્ય અંગ્રેજી માધ્યમની શાળામાં કરાર આધારિત 19 વર્ષીય કરાટે ટ્રેનર દ્વારા ધોરણ.5ની બાળકીઓને મોબાઈલ ફોનમાં બીભત્સ વીડિયો બતાવ્યાની ઘટના સામે આવી છે. કરાટે ટ્રેનરે આ વીડિયો બતાવાતા બાળકીઓએ તેમના વાલીઓને જાણ કરતાં આજે શુક્રવારે સ્કૂલ કેમ્પસમાં ભારે હોબાળો મચ્યો હતો. દરમિયાન શહેર ડીઈઓના આદેશથી સ્કૂલ દ્વારા આ ટ્રેનરને સસ્પેન્ડ કરી રાજીનામુ લેવાયું હતુ. એ પછી રોષે ભરાયેલા વાલીઓએ ટ્રેનરને ઘસેડી રામોલ પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો અને ત્યાં FIR દર્જ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

એકલવ્ય કેમ્પસમાં જુદા જુદા માધ્યમની ત્રણેક સ્કૂલો ચાલે છે, જેમાં અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થિનીઓને કરાટે શીખવાડવા માટે 19 વર્ષિય આર્ય દુબે નામના યુવાનને કોન્ટ્રાક્ટ માધ્યમની રાખવામાં આવેલો હતો. આ ટ્રેનર પાસે કરાટે શિખવા માટે આવતી ધોરણ.5ની બાળકીઓને ટ્રેનર તેના પોતાના મોબાઈલમાં બીભત્સ વીડિયો બતાવનો હોવાથી બાળકીઓ ડઘાઈ ગઈ હતી. ગભરાયેલી આ બાળકીઓએ તેમના વાલીને જાણ કરી હતી. દરમિયાન કેટલાક વાલીઓ દ્વારા આ અંગેની શહેર ડીઈઓ કચેરીમાં પણ ફરિયાદ કરી હતી. જેથી ડીઈઓ દ્વારા એક શિક્ષણ નિરીક્ષકને તાત્કાલીક તપાસ અર્થે સ્કૂલમો મોકલી અપાયાં હતા. દરમિયાન બીજી તરફ રોષે ભરાયેલા વાલીઓનું ટોળુ સ્કૂલમાં આવી પહોચ્યું હતું અને ટ્રેનર સામે તાત્કાલિક પગલા ભરવા માટેની માગ કરાઈ હતી. જેથી સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરી તાત્કાલિક રામોલ પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.


  • Follow us on: