- ભરથાણાની મિલકત સહિતની જમીન ખરીદી નાણાં ન ચૂકવ્યાં
- વડોદરાના વાસણા-ભાયલી રોડના ત્રણ ઇસમ વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ
- જમીન લેનાર દિપકે બાકીના રૂપિયા દસ્તાવેજ સમયે આપીશુ તેમ કહી સોદો નક્કી કર્યો હતો
કરજણ તાલુકાની ભરથાણા ગામની સીમમાં ફરિયાદની જમીન સહિત તેના પર બાંધેલ તબેલા, મકાન, ઢોર ઢાંખર તેમજ અન્ય માલ મિલકત સહિતની જમીન સાથેનો કુલ રૂા.બે કરોડ પાંત્રીસ લાખમાં ભાયલીમાં સોદો નક્કી કર્યો હતો. જે પેટે રોકડા તેમજ બેંકથી અને જમીન પર બેંકની લોનના નાણાં ચૂકવી દઈ ફરિયાદ પાસેથી પાકો દસ્તાવેજ કરી પાકો ભરોસો આપ્યા બાદ અવારનવાર બાકી પડતાં નાણાં રૂા.1 કરોડ 19 લાખ 47 હજાર આજદિન સુધી નહી ચૂકવી ફરિયાદ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરવા બાબતે જમીન લેનાર વડોદરાના વાસણા-ભાયલી વિસ્તારના 3 ઈસમ વિરૂદ્ધ કરજણ પોલીસ ફરિયાદ નોંધી છે.
જુની જીથરડી રોડ પર જય સોમનાથ પાર્ક ખાતે પશુપાલક ફરિયાદ ડાહ્યાભાઈ રૂડાભાઈ ભરવાડને સને 2020ની સાલમાં ભરથાણાની સીમમાં બીનખેતીની જમીન વેચાણે લીધી હતી. જેર્મા બાંધકામ કરી તબેલામાં ગાયો ભેંસો રાખી પશુપાલન કરતા હતાં. ત્યારબાદ ગત સપ્ટે.2020માં દિપક પરષોત્તમ પટેલ (રહે. મકાન નં. એ 35, ગેલેક્ષી બંગ્લોઝ, વાસણા ભાયલી રોડ વડોદરા શહેર), તેની પત્નિ ભારતીબેન તથા દીકરા મિલન સાથે જમીન વેચાણ રાખવા માટેની વાતચીત થતાં જમીન, મકાન, તબેલા તથા ભેંસો, ટ્રેકટર સહીત કુલ રૂા. 2 કરોડ 35 લાખ કિંમત નકકી કરી વેચાણ રાખ્યાનો સોદો નક્કી થયો હતો. જેથી જમીનનો વેચાણ દસ્તાવેજ કરતા પહેલા બેંકના બાકી રૂા.1,03,52,453 ચુકવી બેંકમા લોન ભરપાઇ કરશે. બાકી રૂા.1,31,47, 547 (એક કરોડ એકત્રીસ લાખ સુડતાલીસ હજાર પાંચસો સુડતાલીસ) આપવા પડશે. તેમ ફરિયાદએ જણાવેલ હતુ.










