કરજણ એવું સેન્ટર છે કે, જેને રેલવે, હાઇવેની સુવિધા મળી છે. કરજણનો વિકાસ દિવસે દિવસે વધતો જાય છે. આજુબાજુ ઇન્ડસ્ટ્રી પણ આવેલ છે. જેથી નોકરી, વેપાર, વિદ્યાર્થીઓને અપડાઉન કરવાનુ, મુસાફરોને અમદાવાદ- મુંબઈ સુધી જવું સરળ પડે છે. જેથી કરજણ જંકશન રેલવે સ્ટેશન છે. જે તમામ સુવિધા સાથે બનાવેલ છે. જેથી ડેઈલી અપડાઉન કરતાં પેસેન્જર માટે પેસેન્જરની જરૂરી સગવડતા માટે નવીન વલસાડ- દાહોદ એક્સપ્રેસ ટ્રેનનું આજરોજ સ્ટોપેજ મળતા કરજણ રેલવેના સલાહકાર કમિટી, રેલવે અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને ભાજપના કાર્યકરો રેલવે સ્ટેશને આવીને નવીન સ્ટોપેજ મળેલ એક્સપ્રેસ ટ્રેનને ફુલહારથી શણગારી લીલી ઝંડી આપી રવાના કરીને ખુશી મનાવેલ હતી.

Mehsana: CDHOની આકસ્મિક તપાસમાં 12 કર્મચારીઓ લપેટામાં, ગેરહાજર અને મોડા આવનારાઓને ફટકારી શો-કોઝ નોટિસ!









