• અજૂગતું પગલું ભરવા મુદ્દે તપાસ કરતી પોલીસ

  • રજનીકાંત પટેલ કોઠાવ ગામના ઉપસરપંચ હતા
  • ક્યાં કારણોસર અજૂગતું પગલું ભર્યું તે હજુ રહસ્ય અકબંધ

 કરજણ નવાબજાર વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેને કોઈપણ કારણોસર ઝેરી દવા પી લઈ મોતને વ્હાલું કરતાં ચકચાર મચી છે.મળતી માહિતી અનુસાર આજ રોજ વહેલી સવારે કરજણ તાલુકાના કોઠાવ ગામે રહેતાં રજનીકાંત સોમાભાઈ પટેલે કોઈપણ અગમ્ય કારણોસર ઝેરી દવાનો ઘૂંટ પી લેતાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી અવસ્થામાં કરજણ ખાનગી દવાખાને લઇ જવામાં આવ્યા હતાં.

જ્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. તેમના મૃતદેહને પી.એમ. અર્થે કરજણ સરકારી દવાખાને લઇ જવાયો છે. કહેવાય છે કે, મરણ જનાર રજનીભાઇ પટેલ વહેલી સવારે પોતાના ગામના ખેતરમાં ગયા હતાં. અને ત્યાં તેમને ઉપરોક્ત પગલું ભર્યું હતું. રજનીભાઇ પટેલ કરજણ નવાબજાર વિસ્તારમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન તેમજ કોઠાવ ગામના ઉપસરપંચ હતાં. ક્યાં કારણોસર અજૂગતું પગલું ભર્યું તે હજુ રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે. પોલીસે અકસ્માત મોત હેઠળ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.


  • Follow us on: