ખ્યાતિ કાંડના મુખ્ય સુત્રધાર કાર્તિક પટેલ આજે આખરે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. છેલ્લા 2 મહિનાથી ખ્યાતિ કાંડ સામે આવ્યા બાદ કાર્તિક પટેલ ફરાર હતો અને વિદેશમાં છુપાયેલો હતો. સાથે સાથે કોર્ટે આગોતરા જામીન ફગાવી દેતા અને તેના તમામ સાગરિતો ઝડપાઈ ગયા બાદ તેની સાથે અન્ય કોઈ વિકલ્પ બચ્યો નહતો અને ક્રાઈમ બ્રાન્ચે આખરે તેને બાતમીના આધારે ઝડપી પાડયો છે.


[[$googlead]]

હોસ્પિટલના 33 બેન્ક અકાઉન્ટની તપાસ હાલમાં ચાલુ

ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે નિવેદન આપતા કહ્યું કે કાર્તિક પટેલના માર્ગદર્શનમાં ખ્યાતિ હોસ્પિટલની તમામ કાર્યવાહી થતી હતી. આ હોસ્પિટલમાં 3800થી વધુ દર્દીઓએ PMJAY હેઠળ સારવાર મેળવી છે. હોસ્પિટલના 33 બેન્ક અકાઉન્ટની તપાસ પણ હાલમાં ચાલુ છે. કાર્તિક પટેલે વીડિયો કેસેટ વેચવાથી કારકીર્દી શરૂ કરી હતી. હાલમાં તેની ધરપકડ કરવામાં આવી છે અને કાર્તિક પટેલના રિમાન્ડ માગવામાં આવશે અને તમામ પુરાવાઓ એકત્ર કરવામાં આવશે.

[[$alsoread]]

કાર્તિક પટેલ આંબલી-બોપલ ખાતે ઓફિસમાં મીટીંગ કરતો

ધરપકડ સમયે આરોપી પાસેથી કોઈ પણ ડિજિટલ પુરાવા મળ્યા નથી, હોસ્પિટલના નાણાંકીય વ્યવહાર કાર્તિક પટેલની સહીથી જ થતાં હતા. તે આંબલી-બોપલ ખાતે ઓફિસમાં મીટીંગ કરતો હતો. અન-સિક્યોર્ડ લોન આપી હોસ્પિટલમાં રોકાણ વધારતો હતો. નરોડા ગેલેક્સી ખાતે પણ નવી હોસ્પિટલ બનાવવાનો પ્લાન હતો. કાર્તિક પટેલ 3 નવેમ્બરે પત્ની સાથે ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ પ્રવાસે ગયો હતો અને 11 નવેમ્બરે કાર્તિક પટેલ ન્યૂઝીલેન્ડ જવા નીકળ્યો હતો. ત્યારે 18 નવેમ્બરે ન્યૂઝીલેન્ડથી કાર્તિક દુબઈ ગયો હતો અને આજે એટલે કે 18 જાન્યુઆરીએ અમદાવાદ એરપોર્ટથી કાર્તિક પટેલની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. 

  • Follow us on: