• સંત સમિતિ દ્વારા સમરસ કાવડ યાત્રાની શરૂઆત

  • કાવડ યાત્રીઓ હરિદ્વારથી કાવડમાં જલ ભરીને લાવશે
  • ગુજરાતના પૌરાણિક 202 શિવાલયોમાં ગંગાજળથી અભિષેક કરાશે

ખેડા જિલ્લાના વડતાલ ખાતેથી અખિલ ભારતીય સંત સમતી દ્વારા ઐતિહાસિક સમરસ કાવડ યાત્રા આયોજિત થઈ રહી છે આ કાવડ યાત્રા દ્વારા હરિદ્વારથી જળ લાવી 182 વિધાનસભાઓના 202 પૌરાણિક શિવાલયોમાં અભિષેક કરવામાં આવશે. આ કાવડ યાત્રામાં 2200 જેટલાં કાવડ યાત્રીઓ અને 250 જેટલાં સંતો જોડાયા હતા. આ યાત્રાનો પવિત્ર યાત્રા ધામ વડતાલ ખાતેથી પ્રારંભ કરાયો હતો. 


વડતાલ ખાતેથી પ્રારંભ થયેલી કાવડ યાત્રા ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટિલના ઉપસ્થિતિમાં કાવડ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વડતાલ ખાતેથી શુભારંભ થયેલી આ યાત્રામાં વડતાલ મંદિરના આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ, અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નૌતમ સ્વામી મહારાજ, કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, મુખ્ય દંડક પંકજ દેસાઈ, ભાર્ગવ ભટ્ટ, ભરત બોગરા, સાંસદ મિતેષ પટેલ, હાર્દિક પટેલ સહિત કાવડ યાત્રામાં ભાગ લેનાર સંતો-મહંતો અને કવડ્યાત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Follow us on: