• ગુજરાતના વિકાસ-રાષ્ટ્રવાદના મોડેલને બધા સ્વીકારે છેઃ ભાજપ નેતા

  • ગુજરાતના ખૂણે ખૂણે ફરીને કેજરીવાલની પોલ ખોલવાનુ એલાન કર્યું
  • હોસ્પિટલ,ફ્લાયઓવર કે સ્ટેડિયમો શિલાન્યાસ કે ઉદ્ઘાટન કર્યુ છે ?

ભાજપના નેતા કપિલ મિશ્રાએ શનિવારે અમદાવાદના ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં જણાવ્યુ કે, ગુજરાતના વિકાસ અને રાષ્ટ્રવાદના મોડેલને આખા દેશે સ્વીકાર્યો છે. કેજરીવાલની તમામ વાતો ખોટી છે. કેજરીવાલના દિલ્હી મોડેલના દાવા સાવ ખોખલા છે અને તેઓ નર્યો દંભ જ કરે છે, હું ગુજરાતના ખૂણે ખૂણે ફરીને તેમની પોલ ખોલવાનો છું.હિન્દુ ઈકો સિસ્ટમ દ્રારા આયોજીત રાજનીતિમાં રાષ્ટ્રનીતિ કાર્યક્રમમાં કપિલ મિશ્રાએ કહ્યું કે,દિલ્હીમાં યમુના નદીનો કિનારે બાંગ્લાદેશીઓ અને રોહીંગીયાઓનો અડ્ડો છે. કેજરીવાલ દિલ્હી અને ગુજરાત મોડેલની સરખામણી કરે છે. તેઓ પથ્થર મારે છે ગુજરાત પર પણ તેમનો ટારગેટ મોદી છે અને દુશ્મની ભારત સામે કાઢે છે. દિલ્હીની શાળાઓમાં બાળકોનુ રીઝલ્ટ ઘટયુ છે. શિક્ષણ મંત્રી શરાબ મંત્રી પણ છે. દિલ્હીમાં શિક્ષકોના અને પંજાબમાં સરકારી કર્મીઓને પગાર કરવાના નાણા નથી.એજ્યુકેશ માટે માત્ર 19 લાખની લોન મળી છે અને તેના પ્રચાર માટે 64 કરોડ ખર્ચાયા છે.

તેઓએ કહ્યુ કે, દિલ્હીમાં 10 લાખને રોજગારીના દાવા કર્યા હતા. જેથી મે RTI કરી. જેમાં માહિતી મળી કે, ખરેખર તો દિલ્હીમાં માત્ર 3241 લોકોને નોકરી અપાઈ છે. દિલ્હીમાં વીજળી અપાતી નથી, કેજરીવાલ સુરતમાં વીજળી આપવાની વાતો કરે છે. પણ ગુજરાત હીરાપારખુ છે. ગુજરાતના 97 ટકા ઘરોમાં નળથી જ્યારે દિલ્હીમાં આજે પણ ટેન્કરથી પાણી મળે છે, ગુજરાતની સરખામણીમાં દિલ્હીમાં પ્રદૂષણ વધુ છે. દિલ્હીના આંઠ વર્ષના શાસનમાં એકપણ નવી સ્કુલ,કોલેજ,હોસ્પિટલ,ફ્લાયઓવર કે સ્ટેડિયમો શિલાન્યાસ કે ઉદ્ઘાટન કર્યુ છે ?


  • Follow us on: