હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે અનેક રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે હવે કેરળના તિરુવનંતપુરમમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે ભારે વરસાદના કારણે ટ્રેન સેવ પણ ખોરવાઈ હતી. ભારે વરસાદના કારણે રેલ્વે ટ્રેક પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે રેસન સેવ ખોરવાઈ હતી.
તિરુવનંતપુરમમાં ચારે તરફ પાણી જ પાણી
મહત્વનું કહી શકાય કે, કેરળના તિરુવનંતપુરમમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે અનેક જગ્યા પર પાણી ભરાયા હતા. જેમાં રેલ્વે ટ્રેક પર પણ પાણી ભારે ગયા હતા. જેના કારણે ટ્રેન સેવ ખોરવાઈ હતી. સાથે જ આ ધોધમાર વરસાદના કારણે તિરુવનંતપુરમમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું.
અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આ ભારે વરસાદના કારણે અનેક જગ્યા પર પાણી ભરાયા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તિરુવનંતપુરમમાં જ્યાં જોવો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું.









