- કેતન ઈનામદારને મનાવવા કવાયત તેજ
- ધર્મેન્દ્રસિહ જાડેજા પણ બેઠકમાં ઉપસ્થિત
- CM અને CR સાથે વર્ચ્યુઅલી બેઠક કરી હતી
કેતન ઇનામદાર ગાંધીનગર પહોંચ્યા છે. જેમાં સી.આર.પાટીલના નિવાસસ્થાને બેઠક યોજાઇ રહી છે. તેમાં કેતન ઈનામદારને મનાવવા કવાયત તેજ થઇ છે. તથા ધર્મેન્દ્રસિહ જાડેજા પણ બેઠકમાં ઉપસ્થિત છે.
મુખ્યમંત્રી અને સી.આર.પાટીલે કેતન ઇનામદાર સાથે વર્ચ્યુઅલી બેઠક પૂર્ણ
કેતન ઈનામદારે જણાવ્યું છે કે મારી લાગણી છે કે મારું રાજીનામુ ભાજપ સ્વીકારે. હું ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીશ પણ ભાજપનો કાર્યકર તો રહીશ. સી.આર પાટીલ અને સીએમએ ટેલિફોનિક વાત કરી ગાંધીનગર બોલાવ્યા છે. તેમજ મુખ્યમંત્રી અને સી.આર.પાટીલે કેતન ઇનામદાર સાથે વર્ચ્યુઅલી બેઠક પૂર્ણ કરી છે. વર્ચ્યુઅલી બેઠક બાદ હકુભા જાડેજા સાવલી આવ્યા છે. કેતન ઈનામદારના રાજીનામાને લઈ બંધ બારણે બેઠક યોજી છે.
કોઇપણ વ્યક્તિ નારાજગી તો વ્યક્ત કરી શકે છે: સી.આર.પાટીલ
ઈનામદારને મનાવવાના પ્રયાસો તેજ થયા છે. તેથી જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજા મનાવવા પહોંચ્યા છે. વડોદરા જિલ્લા પ્રભારી રાજેન્દ્રસિંહ પણ પહોંચ્યા છે. જેમાં કેતન ઈનામદારના નિવાસસ્થાને બંધ બારણે બેઠક યોજાઇ છે. સાવલીના ધારાસભ્યના રાજીનામાના સમર્થનમાં તાલુકાના 14 જેટલા સરપંચોએ લેખિત રાજીનામા ધર્યા છે. ત્યારે કેતન ઇનામદારનું ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતા ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું છે કે કેતનભાઈ તો માનેલા જ છે. જે નક્કી કરશે તે પાર્ટી નક્કી કરશે. કોઇપણ વ્યક્તિ નારાજગી તો વ્યક્ત કરી શકે છે. પક્ષના નીતિ નિયમ મુજબ નિર્ણય થશે.









