વડાપ્રધાન મોદીએ ગુજરાતના કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં સલામી લીધી હતી. આજે સરદાર પટેલની 149મી જન્મજયંતિ છે. તેમની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુનિટી ડે પરેડમાં 9 રાજ્યોની પોલીસ સામેલ થઈ હતી.


[[$googlead]]

PMએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી

વડાપ્રધાન મોદી છેલ્લા કેટલાક દિવસોમાં સતત બીજી વખત ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમના પ્રવાસના આજના બીજા દિવસે તેઓ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયાની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા. 

[[$alsoread]]

સવારે 31 ઓક્ટોબરે દેશભરમાં સરદાર પટેલના જન્મદિવસે તેમના કાર્યને યાદ કરવામાં આવે છે. આ દિવસને "રાષ્ટ્રીય એકતા દિન" તરીકે ઉજવવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલના આ પ્રતિષ્ઠિત દિવસે, તેમને શ્રદ્ધાંજલિ આપીએ અને દેશના વિકાસમાં તેમના યોગદાનને ભૂલાવવા ન જોઈએ. તેમની વિચારો અને નેતૃત્વ આજે પણ ભારતના લોકો માટે પ્રેરણા બની રહી છે. દેશભરમાં આજના દિવસને રાષ્ટ્રીય એક્તા દિવસ તરીકે ઉજવવામાં આવશે.

PM મોદીએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા

વડાપ્રધાન મોદીએ આ દરમિયાન રાષ્ટ્રીય એકતાના શપથ પણ લેવડાવ્યાં હતાં. તેમણે કહ્યું કે 'હું શપથ લઉં છું રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા હું મારી જાતને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓ સુધી આ સંદેશ પહોંચાડવા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. હું દેશની એકતાની ભાવનાથી શપથ લઈ રહ્યો છું જે સરદાર પટેલની દૂરંદેશી અને કાર્યોથી શક્ય બન્યું. હું દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારા હિસ્સાનું યોગદાન આપવાનો પણ સંકલ્પ કરું છું.'

દેશના 16 રાજ્યના 530 કલાકારો દ્વારા કલાપ્રદર્શન

PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા છે. PMએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છે. PM મોદીએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા છે.  PM નરેન્દ્ર મોદીએ એકતા પરેડમાં ભાગ લીધો છે. તમસો મા જ્યોતિર્ગમયની થીમ પર નૃત્ય, સંગીત સહિત રાષ્ટ્રીય એકતા દિન પર્વે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના 16 રાજ્યના 530 કલાકારો દ્વારા કલાપ્રદર્શન કરવામાં આવ્યું છે. પ્રદર્શનમાં વિવિધ સંસ્કૃતિઓના રંગો જોવા મળ્યા છે.

સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ ગુજરાતના નડિયાદ શહેરમાં થયો હતો. તેઓને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક પ્રમુખ નેતા માનવામાં આવે છે. ભારતની એકતા માટે તેઓ પ્રેરણાસ્રોત બની રહ્યા છે. તેમનું સાદું જીવન, અહિંસક વિચારો અને સજાગ નેતૃત્વના માધ્યમથી તેમણે ભારતની આઝાદી માટે ખુબ જ મોટું યોગદાન આપ્યું હતું. એટલું જ નહીં પરંતુ ભારતની એક્તા અને અખંડિતતા માટે ખુબ જ મોટો ફાળો આપ્યો છે. સરદાર પટેલને ભારતની એક્તા જનક કહેવાય છે.

શપથ લીધા બાદ પરેડ યોજાઈ

વડાપ્રધાન મોદી સરદાર પટેલને પુષ્પાંજલિ કર્યા બાદ યુનિટી પરેડમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ પરેડમાં 9 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસની 16 માર્ચિંગ ટુકડીઓ, 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચિંગ બેન્ડે ભાગ લીધો હતો. એકતાનગર કેવડિયા ખાતે આયોજિત આ પરેડમાં જવાનો દ્વારા અનેક કરતબ રજૂ કરાયા હતા. 

  • Follow us on: