મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડાયું નર્મદા નદીમાં પૂર જેવી સ્થિતિ લાગતા કાંઠા વિસ્તારમાં ફરી એલર્ટ કરાયા હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાના કારણે સરદાર સરોવર નર્મદા ડેમ પર 448629 ક્યુસેક પાણીની આવક ધરખમ વધી ગઈ છે અને નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વાર 136.43 મીટરની સપાટી વટાઈ જાય છે જેના કારણે નર્મદા ડેમ 91.56 ટકા જેટલો ભરાઈ ગયો છે
આજે નર્મદા ડેમ પર પાણીની આવક 448629 ક્યુસેક હતી અને સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા 15 ગેટને 2.6 મીટર ખોલીને 2,80,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે આ ઉપરાંત 1200 મેગાવોટ નું રિવર બેડ પાવર સતત ચાલે છે જેમાંથી 42943 ક્યુસેક પાણી થાય છે એટલે કે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી કુલ 322943 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા નર્મદા નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે નદી બંને કાંઠે વહી રહી છે સાથે સાથે ગરૂડેશ્વરનો વીયર ડેમ પણ ઓવરફ્લ છે ત્યારે નર્મદા નદીમાં ભરપૂર માત્રામાં પાણીની આવકના પગલે ભરૂચ નર્મદા અને વડોદરાના જે કાંઠા વિસ્તારના ગામો છે એને એલર્ટ પર રખાયા છે. સરદાર સરોવર નર્મદા ડેમના 15 દરવાજા ખોલીને 3:15 લાખ જેટલું પાણી ડેમમાંથી છોડાઈ રહ્યું છે. નોંધનીય છે કે, આ વર્ષે છેલ્લા એક મહિનાથી વધુ સમયથી દેશભરમાં ભારે માત્રામાં વરસાદ વરસી રહ્યો હોવાને કારણે ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવક વધી જતા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે.










