ખેડા કેમ્પમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં ખેડા, મહેમદાવાદ, માતર અને લીંબાસી પોલીસ મથકની હદમાંથી જે તે સમયે 100થી વધુ ગુનાઓમાં ઝડપાયેલ વિદેશી દારૂના મસમોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.


જેમાં ખેડા પોલીસ મથકના કુલ 33 કેસમાં 15,007 બોટલ, કિંમત રૂ. 42,47,750નો, મહેમદાવાદ પોલીસ મથકના 43 કેસ, 13,939 બોટલ, કિંમત રૂ. 20,26,578નો નાશ કરાયો હતો. જ્યારે માતર પોલીસ મથકના રર કેસની 12,095 બોટલ, કિંમત રૂ.28,69,063ના, લીંબાસી પોલીસ મથકના બે કેસમાં 104 બોટલ, કિંમત રૂ. 14,400ના દારૂના જથ્થા પર રોડ રોલર ફેરીને નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હાથ ધરાયેલી દારૂના મસમોટા જથ્થાનો નાશ કરવાની કામગીરી નિહાળવા સ્થાનિકો પણ મોટીસંખ્યામાં ઉમટી પડયા હતા.


  • Follow us on: