• નદીના પાણી માતરના હૈજરાબાદ ગામમાં ફરી વળ્યા
  • હૈજરાબાદ ગામ બેટમાં ફેરવાતા સ્થાનિકો નીકળી નથી શકતા બહાર
  • ખેડાની શેઢી નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ

ખેડાના હૈજરાબાદ ગામમાં વરસાદે તારાજી સર્જી છે.ગામમાં 5થી 7 ફૂટ વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે,પાણી ભરાતા ત્રણ દિવસથી ગામમાં વીજળી ગુલ છે,સાથે સાથે ગામમાં 5થી 7 ફૂટ પાણી ભરાયા છે.તો શેઢા નદી ગાંદીતુર બનતા નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે.ગામના લોકો તંત્ર પાસે મદદ માગી રહ્યાં છે,અને ગામમાં ફરીથી વીજ પ્રવાહ શરૂ થાય તેવી માંગ કરી રહ્યાં છે.

ખેડા જિલ્લામાં ભારે વરસાદ

[[$googlead]]

છેલ્લા બે દિવસથી ખેડા જિલ્લામાં ભારે વરસાદ વરસતા તમામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે,ખેડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,સાથે સાથે ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે,ખેડા જિલ્લાના અમુક ગામો તો એવા છે કે,જયાં અઠવાડીયા સુધી પાણી ઉતરતા નથી,ખેડાની શેઢી નદીના પાણી ગામમાં ઘુસી જતા લોકોની ઘરવખરીને પણ ભારે પ્રમાણમાં નુકસાન થયું છે,અને લોકોને પાણીમાં રહેવાનો વારો આવ્યો છે.

[[$alsoread]]


ખેડા જિલ્લામાં રવિવારથી વરસાદ

ખેડામાં રવિવારથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે આણંદ, ઉમરેઠમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અહીં એવા પણ વિસ્તારો છે જ્યાં વરસાદ નથી પરંતુ પાંચ-પાંચ દિવસથી પાણી ભરાયું છે. ખેડાથી મઘરોલ સાયલા રોડ પર છેલ્લા પાંચ દિવસથી કમરથી ઉપરનાં પાણી ભરાયા છે. જેના કારણે અહીં રહેતા રહેવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ વિસ્તારોનાં ઘરો પણ જળમગ્ન થઈ ગયા છે. અહીંના લોકોનો આક્રોશ છે કે,અહીં તંત્રના કોઈ અધિકારીઓ જોવા પણ નથી આવ્યા.અમે જાતે જ સ્થળાંતર કરી રહ્યા છીએ.


જાણો આજે કયા જિલ્લામાં કરાઈ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ, મોરબી,જામનગર, પોરબંદર,દ્વારકા,જૂનાગઢ,રાજકોટમાં વરસાદને લઈ રેડ એલર્ટ અપાયું છે.ગીર સોમનાથમાં ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ તેમજ સુરેન્દ્રનગર, બોટાદ,અમરેલી, ભાવનગરમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.ડીપ ડિપ્રેશન,ઓફશૅર ટ્રફ અને મોનસુન ટ્રફના લીધે સૌરાષ્ટ્રના અમુક જિલ્લા તેમજ કચ્છમાં રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે.ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ.

 

  • Follow us on: