ખેડાના રઢુમાં ગેરકાયદે ખોદકામ કરતા ભૂમાફિયાઓ સામે ગ્રામજનોએ જનતા સ્ટ્રાઈક કરી હતી. ગામના 500 યુવકોએ ગેરકાયદે થતું ખનન ઝડપી પાડ્યું હતું. ગામના સરપંચે આ ભૂમાફિયા બહારના હોવાની સ્પષ્ટતા કરી હતી. ગામ લોકોએ કરેલી સ્ટ્રાઈક બાદ ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં. ઘટના સ્થળેથી બે ડમ્પર અને એક જેસીબી મશીનને કબજે લેવાયું હતું.


[[$googlead]]

500 જેટલા યુવકોએ ગેરકાયદે ખનન ઝડપ્યું

પ્રાપ્ત વિગતો પ્રમાણે ખેડા જિલ્લામાં નદીઓ પાસે ભૂમાફિયાઓએ ત્રાસ વર્તાવ્યો છે. ગેરકાયદે ખનન કરતા હોવાથી રઢુ ગામનું નામ ખરાબ થતુ હોવાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. મહેમદાવાદના કનીઝમાં નદીમાં ડૂબી જતાં 6 લોકોના મોત બાદ ગામના લોકોમાં આક્રોશ ફેલાયો હતો. રઢુ ગામના લોકોએ મોડી રાત્રે ગેરકાયદે ખોદકામ કરતાં ભૂમાફિયાઓ પર જનતા રેડ કરી હતી. ગામના 500 જેટલા યુવકોએ સરપંચની આગેવાનીમાં ગેરકાયદે ખનનને ઉઘાડુ પાડ્યું હતું. રઢુ ગામના સરપંચે તાત્કાલિક ખેડા પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગને ઘટના સ્થળે પહોંચવા જાણ કરી હતી.

[[$alsoread]]

ભૂમાફિયા બહારના હોવાની ગામના સરપંચે સ્પષ્ટતા કરી

રઢુ વિસ્તારમાં આવતા ભૂમાફિયા બહારના હોવાની ગામના સરપંચે સ્પષ્ટતા કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં. ગામ લોકોએ બે ડમ્પર અને એક જેસીબીને પકડી લીધું હતું. સમગ્ર ખેડા જિલ્લાની નદીઓમાં ભૂમાફિયાઓ ત્રાસ વર્તાવી રહ્યાં છે. ભૂમાફિયાઓના કારણે રઢુ ગામનું નામ ખરાબ થતું હોવાથી ગામલોકો રોષે ભરાયા હતાં. રોષે ભરાયેલા લોકોએ ભૂમાફિયાઓની ગાડી અને બાઈકોના ભૂક્કા બોલાવ્યા હતાં. સરદાર આવાસ યોજનાની જમીનમાં ભૂમાફિયાઓએ ગેરકાયદે ખોદકામ કર્યુ હતું.


  • Follow us on: