માતર તાલુકાના સાયલાથી ભલાડા મઘરોલ તરફ જતાં રસ્તા પર છેલ્લા સાતેક દિવસથી જોખમી ખાડો રસ્તા પર પડયો છે. જેને પગલે પસાર થતાં વાહન ચાલકોને અકસ્માત થવાની ભીતિ નકારી શકાતી નથી.


સાયલાથી ભલાડા મઘરોલ તરફ જવાના રસ્તા પર છેલ્લા સાતેક દિવસ અગાઉ ખાડો પડયો હતો. જે ખાડો ઉંડો હોવાને કારણે પસાર થતાં વાહન ચાલકોને અકસ્માતની થવાની ભીતિ નકારી શકાય નહી. તેમજ આજુબાજુના સાતેક ગામોનો વાહન વ્યવહાર માટે આ રસ્તાનો ઉપયોગ થતો હોવાનુ સ્થાનીક નાગરીકે જણાવ્યુ હતુ. સતત નાના મોટા વાહનો આ રસતા પરથી પસાર થતાં હોવાનું નાગરીકે જણાવ્યુ હતુ. માર્ગ વાહન વ્યવહારમાં વપરાતો હોવા છતાં રસ્તા પર ખાડો પડયો હોવા છતાં કોઈ જ કામગીરી કરાઈ ન હોવાનો આક્ષેપ સ્થાનીક નાગરીકે કર્યો હતો. તંત્રના જવાબદારો આ અંગે વહેલી તકે ખાડો પુરવાના અંગેની કામગીરી હાથ ધરે તેવી માંગ કરાઈ હતી. આ અંગે રસ્તા પરના ખાડામાં લાકડાઓની આડશ મુકીને પસાર થતાં વાહન ચાલકોને ખાડા અંગે ધ્યાન દોરવામાં આવી રહયુ છે. સાયલાથી ભલાડા તરફ જતાં રસ્તા પર ખાડો પડયો હોઈ સ્થાનીક નાગરિકોએ પાસર થતાં વાહન ચાલકોને નુકશાન ન થાય તે માટે ખાડામાં લાકડાની આડશ મુકી હતી. ખાડામાં લાકડાની આડશ મુકીને પસાર વાહન ચાલકોને ખાડા અંગે સચેત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી વાહન ચાલકો અકસ્માતથી બચી શકે તેમ જણાવ્યુ હતુ.


  • Follow us on: