રાજ્યમાં ભૂમાફિયાઓનો આતંક વધી ગયો છે. નદીના પટમાંથી કિમતી રેતી અને કપચી ચોરીને સરકારી જમીનને ઘણું નુકસાન પહોંચાડતા હોય છે. આવા તત્ત્વો રેતી અને કપચી કાળા બજારમાં વેચીને કરોડોનો ફાયદો રળીને સરકારને નુકસાન કરતા હોય છે. ત્યારે આવા લોકોને સજા થાય માટે ખાણખનિજ વિભાગ દ્વારા કાર્ચવાહી કરવામાં આવે છે.

ગુજરાતના ઘણા એવા જિલ્લાઓ છે જેમાં ખનિજ ભરપૂર માત્રામાં રહેલું છે. જેનું ભૂમાફિયાઓ ખનન કરીને રુપિયા કમાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાન અને સાયલામાં અવારનવાર ગેરકાયદેસર રીતે કાર્બોસેલનું ખનન કરવામાં આવતું હોય છે. ખેડામાંથી માટી ખનનનો મામલો સામે આવ્યો છે.

ખેડામાં ગેરકાયદેસર માટી ખનન
પ્રાપ્ત માહિતી મુજબ ખેડાના રઢુ ગામમાં રેત ખનનનો મામલો સામે આવ્યો છે. જ્યાં જનતાએ ભુમાફિયા વિરુદ્ધ રેડ પાડી હતી.ગ્રામજનોએ રેડ પાડીને માટી ખનનનો પર્દાફાશ કર્યો હતો.ભૂમાફિયાઓ નર્મદા વિસ્થાપિતોની જમીન સમતળ કરવાના નામે ભૂમાફિયાઓ ખનન કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે આ બાબતે ગ્રામજનોને જાણ થતાં તેઓએ કરી હતી.ત્યારે આ ભૂમાફિયાઓ જરુર ન હોવા છતાં ખોટા કરાર કરીને ખોદકામ કરતા હોવાનું સામે આવ્યું હતું.

ગ્રામજનોએ ભૂમાફિયાઓને ઝડપ્યા
ગ્રામજનોએ આ ભૂમાફિયાઓને ઝડપી લઈને સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો. તેઓએ તેની જાણ ખાણખનિજ વિભાગને કરી હતી. માટી ખનન કરતા આ ભૂમાફિયાઓને 5 લાખ 38 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો, તો ગ્રામજનોએ ભૂમાફિયાઓ પાસેથી 1 જેસીબી અને 2 ડમ્પર માટી ખોદકામ ઝડપી લીધા હતા.

ભૂમાફિયાઓને દંડ ફટકારવામાં આવ્ચો
જેસીબી માલિક નવઘણભાઈ ખેંગારભાઈ ભરવાડને 2.11 લાખનો દંડ ફટકાર્યો હતો. તો 2 ડમ્પર માલિક ખુમાનસિંહ કાનાજીભાઈ સોઢા પરમાર અને છેલાભાઈ ખેંગારભાઈને કુલ 3.20 લાખનો દંડ ફટકાર્યો હતો. ગ્રામજનોએ પોતાની સજાગતા બતાવીને ગેરકાયદેસર ચાલતી આ પ્રવૃતિને અટકાવી હતી.

  • Follow us on: