આણંદ-ખેડા જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ -મુંબઇ બુલેટ ટ્રેન કોરીડોરની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. કોરીડોર ઉપર ટ્રેક લગાવવાની કામગીરી ઝડપી બનાવાઇ છે. જેમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા સ્થળોએ વાયડક્ટ પર ટ્રેક સ્લેબ બિછાવવાનો તથા સિમેન્ટ એસ્ફાલ્ટ મોર્ટાર ભરવાનો પ્રારંભ કરાયો છે. જેમાં અત્યાર સુધી 160 કિમી ટ્રેક બેડ બાંધકામ પુર્ણ થયું છે અને 39500 ટ્રેક સ્લેબ કાસ્ટ કરવામાં આવ્યા છે. જે લગભગ 197 કિમી ટ્રેક જેટલા છે.


બુલેટ કોરીડોર પ્રોજેક્ટની કરાયેલી કામગીરી જોઇએ તો ફ્લેશ બટ વેલ્ડિંગ25 મીટર લાંબા અને 60 કિલોગ્રામના રેલ્સ ફ્લેશ બટ વેલ્ડિંગ મશીન એફબીડબલ્યુએમ દ્વારા વેલ્ડ કરીને વાયડક્ટ ઉપર ટીસીબી ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ પર 200 મીટર લાંબા પેનલ બનાવવામાં આવે છે. હાલમાં ચાર એફબીડબલ્યુએમ કાર્યરત છે. 1543 થી વધુ રેલ પેનલ 200 મીટર લાંબા એટલે કે 154 કિમીથી વધુ ટ્રેક રેલ્સ વેલ્ડ કરવામાં આવ્યા છે. ટ્રેક સ્થાપન પ્રક્રિયા ભારતમાં ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવેલ અદ્યતન મશીનરીથી મિકેનાઇઝડ છે. આ મેક ઇન ઇન્ડિયા ટ્રેક બાંધકામ મશીનરીમાં સમાવેશ થાય છે. અને રેલ ફીડર કાર આરએફસી 200 મીટર લાંબા પેનલ આરએફસીમાં લોડ કરી આરસી ટ્રેક બેડ પર બિછાવવામાં આવે છે. આરએફસી રેલ જોડીને આરસી બેડ પર ધકેલશે અને પ્રાથમિક રીતે કાર્યકારી ટ્રેક આરસી બેડ પર બિછાવવામાં આવશે. હાલમાં સુરત અને આણંદ જિલ્લામાં એક એક આરએફસી કાર્યરત છે. આજની તારીખ સુધી 78 કિમી લાંબુ કાર્યકારી ટ્રેક બિછાવવામાં આવ્યુ છે. તેમજ ટ્રેક સ્લેબ લોયિંગ કાર એસએલસી પ્રીકાસ્ટ ટ્રેક સ્લેબો વાયડક્ટ પર ઉઠાવીને ખાસ ડિઝાઇન કરેલા એસએલસીમાં લોડ કરવામાં આવે છે અને ટ્રેક બિછાવવાની જગ્યા પર લઇ જવામાં આવે છે. એસએલસી જે એક સમયે 5 સ્લેબ ઉઠાવી શકે છે. તેનો ઉપયોગ કરીને ટ્રેક સ્લેબો આરસી ટ્રેોક પર બિછાવવામાં આવે છે. હાલમાં બિલીમોરા અને વડોદરા જિલ્લામાં એક એક એસએલસી કાર્યરત છે. તથા સિમેન્ટ અસ્ફાલ્ટ મોર્ટાર ઇન્જેક્શન કાર સીએએમ ટ્રેક સ્લેબો આરસી બેડ પર બિછાવ્યા પછી, સીએએમ કાર બીજા ટ્રેક પર ચાલે છે અથવા બને યુપી અને ડીએન લાઇન પર કાર્યકારી પ્રમાણભૂત ગેજ ટ્રેક બિછાવવાની જરૂર છે. આ સીએએમ કાર નિર્ધારિત પ્રમાણમાં સીએએમ ઘટકોને મિક્સ કરે છે અને ત્યારબાદ સીએએમ મિક્સ સ્લેબની નીચે ખાસ બેગોમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. જેથી અંતિમ ટ્રેકની જરૂરી લાઇન અને સ્તર જાળવી શકાય. હાલમાં બિલીમોરા અને વડોદરા જિલ્લામાં એક એક સીએએમ કાર કાર્યરત છે.


  • Follow us on: