• રમશે ગુજરાત જીતશે ગુજરાત અંતર્ગત પાટણ જિલ્લામાં હેમ

  • અંડર-14માં 17 ટીમ,અંડર-17માં 17 ટીમ ઓપનમાં 12 ટીમે ભાગ લીધો
  • આગામી સમયની અંડર ઝોનકક્ષા અને રાજ્યકક્ષાના આયોજન બાબતે વાતચીત કરી

ખેલ મહાકુંભ 2.0 : રમશે ગુજરાત જીતશે ગુજરાત અંતર્ગત પાટણ જિલ્લામાં હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રવિવારે ભાઈઓની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં અંડર-14માં 17 ટીમ, અંડર-17માં 17 ટીમ અને ઓપનમાં 12 ટીમે ભાગ લીધો હતો. જેમાં પાટણ જિલ્લા રમત વિકાસ અધિકારી કિરણભાઈ પટેલ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમને આગામી સમયની અંડર ઝોનકક્ષા અને રાજ્યકક્ષાના આયોજન બાબતે વાતચીત કરી હતી તેમજ પીટીના ખેલાડીઓ ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સ્કૂલ વિશે માહિતી આપી હતી. જિલ્લાના દરેક ખેલાડીઓને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી યોજનાઓની પણ માહિતી આપી હતી.


  • Follow us on: