સતલાસણા તાલુકાના ખેડૂતો મહિલાઓ સાથે બે દિવસથી ઉપવાસ આંદોલન ઉપર નવ નિર્માણ પામી રહેલા ટીમ્બા નજીક તારંગા રેલવે સ્ટેશન પાસે ખેડૂતો મહિલાઓ સાથે ધરણાં પર બેઠા હતા.


જેઓની માંગણી હતી કે, તારંગા અંબાજી આબુરોડ રેલવે પ્રોજેક્ટમાં રહી ગયેલ સંપત્તિ અને ઉભા પાકનું વળતર ન મળતા ધરણાં પર બેઠા હતા. જ્યારે આજે સાંજના સમયે ખેરાલુ પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરી ખેડૂતો સાથે ચર્ચા રેલવેના કર્મચારીઓ સાથે રૂબરૂ વાતચીત કરી અને કલેક્ટર સાથે રેલવેના અધિકારી અને ખેડૂતોને સાથે રાખી મિટિંગનું આયોજન કરવામાં આવશે, ખેડૂતોના પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવામાં આવશે. તેવું આશ્વાસન આપીને પ્રાંત અધિકારી ડૉક્ટર અમિતભાઈ ચૌધરીએ ખેડૂતોને સાંજના સમયે પારણા કરાવ્યા હતા ત્યારે ખેડૂત અગ્રણી રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે અમે પ્રાંત અધિકારીના કહ્યા પ્રમાણે પારણા કરીએ છીએ અને અમને કલેકટર કચેરીથી ન્યાય મળશે તો આંદોલન સમિતિ લેશો. જો યોગ્ય ન્યાય નહીં મળે તો અમારું આંદોલન શનિવારથી ચાલુ રહેશે તેવું તેમને જણાવ્યું હતું. હવે જોવાનું રહ્યું કે આંદોલન સમેટાઈ જશે કે ચાલુ રહેશે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે!


  • Follow us on: