• ખોડલધામ નરેશ પટેલના રાજકિય પ્રવેશ અંગે સસ્પેન્સ

  • હજુ સમય નથી થયો કોણે કહ્યુ આવુ?
  • ફરી વખત ખોડલધામમાં થઈ બેઠક

આજે ગુજરાત અનુસૂચિત જાતિ સમાજના આગેવાન સાથે બેઠક બાદ નરેશ પટેલે તેના રાજકીય પ્રવેશ ને લઈને સસ્પેન્સ વધાર્યું હતું, આજે ફરી વખત ગુજરાતના અનુસૂચિત સમાજે ખોડલ ધામ અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક કરી હતી.

આજે સમગ્ર ગુજરાત ના અનુસૂચિત જાતિ ના સુરેશભાઈ બથવારે રાજકોટ જિલ્લાના કાગવડ ના ખોડલ ધામ મંદિર ખાતે તેના સર્મથકો અને અન્ય આગેવાનો સાથે માં ખોડલના દર્શન કર્યા હતા અને ત્યાર બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી.

સાથે સાથે અનુસૂચિત જાતિના આગેવાન સુરેશભાઈ બથવારના જણાવ્યા મુજબ અનુસૂચિત સમાજ અને પટેલ સમાજ સાથે મળી ને કામ કરે તો ગુજરાતનો વિકાસ વધુ સારું થઇ શકે તેવી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે આ બાબતે વિગતે વાત કરી હતી. સાથે સાથે ગુજરાત સામાજિક આર્થિક બાબતે વધુ મજબૂત બને તે માટે તેવો નરેશ પટેલ સાથે ખંભે ખંભા મિલાવીને ચાલે તે જરૂરી છે અને માટે અમો આજે નરેશ પટેલને મળવા આવ્યા હતા.

સાથે સાથે અહીં નરેશ પટેલને કોંગ્રસમાં જોડાવા માટે ખુલ્લું આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે નરેશ પટેલ જેવી વ્યક્તિએ રાજકારણમાં આવી ને રાજ્ય અને દેશની સેવા કરવી જોઈ, ગુજરાત ના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો સાથેની મિટિંગ બાદ ખોડલધામ ચેરમેન નરેશ પટેલે ફરીથી પોતાના રાજકીય પ્રવેશને લઈને સસ્પેન્સ રાખ્યું હતું સાથે સાથે તેવો મોટી રાજકીય ગતિવિધિ માટે દિલ્હી જવાને લઈને આગામી સમયમાં તેનો દિલ્હી જવાની તારીખ જણાવશે કહી ને તેવો ની આગામી દિલ્હી મુલાકાત સાથે સસ્પેંશનમાં વધારો કર્યો હતો 

  • Follow us on: