- ત્રણ સિંહો દીવાલ ઉપર છલાંગ મારતા CCTVમાં કેદ
- રાજુલાના ગામોની બજારોમાં સિંહો આવી ચડ્યા હતા
- ખેડૂતની દીવાલ ઉપર સિંહો છલાંગ મારી ભાગ્યા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામની સીમમાં સિંહો લટાર મારતા જોવા મળ્યા છે. ગામની બજારોમાં સિંહો આવી ચડ્યા હોવાની ચર્ચા જાગી હતી. ત્યારે, ગત રાત્રે સિંહોનું ટોળું CCTVમાં કેદ થયું હતું. રામપરા ગામના એક ઘરની બહાર લગાવેલા CCTV કેમેરામાં ત્રણ સિંહો લટાર મારતા દેખાય છે. બાદમાં તે દીવાલ કુદીને ખુલ્લા ખેતરમાં ચાલ્યા જાય છે. કહેવાય છે કે, અવારનવાર સિંહોનું ટોળું આ વિસ્તારમાં શિકાર માટે આવી ચઢતા હોય છે. સિંહોના સામ્રાજ્ય ગણાતા કોસ્ટલ બેલ્ટ પંથકમાં સિંહોના વિડીયો અવારનવાર વાયરલ થતા રહે છે.









