- રિવરફ્રન્ટ પર યોજાશે ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ
- વિશ્વના અલગ અલગ દેશમાંથી આવશે પતંગ રસિકો
- રિવરફ્રન્ટ પર તાડમાર તૈયારીઓ શરૂ થઇ છે
અમદાવાદમાં પતંગોત્સવની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ યોજાશે. 7 થી 14 જાન્યુઆરી દરમિયાન કાઈટ ફેસ્ટિવલ યોજાશે. તેમાં વિશ્વના અલગ અલગ દેશમાંથી પતંગ રસિકો આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તારીખ 7 જાન્યુઆરી, 2024ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

રજાના કેલેન્ડરમાં મકર સક્રાંતિની રજા તા. 15 જાન્યુઆરીએ
ભારતીય વિક્રમ સંવંત તેમજ ઈસ્વીસન સહિત કોઈ પણ કેલેન્ડર મૂજબ સામાન્ય રીતે મકર સંક્રાંતિ વર્ષોથી તા. 14 જાન્યુઆરીએ જ આવતી હોય છે. ખૂબ ધામધૂમથી ઉજવાતો આ ઉત્સવ સૂર્યના મકર રાશિમાં પ્રવેશના દિવસે ઉજવાય છે ત્યારે આ વર્ષે મકરસંક્રાંતિ તા. 14ને બદલે તા. 15 જાન્યુઆરીના હોવાનું અનેક જ્યોતિષીઓ, શાસ્ત્રીજીઓએ જાહેર કર્યું છે તો બીજી તરફ સરકારના ઈ.સ. 2024ના જાહેર થયેલા રજાના કેલેન્ડરમાં મકર સક્રાંતિની રજા તા. 15 જાન્યુઆરીએ જાહેર કરાઈ છે.

સરકારી કચેરીઓ સતત બે દિવસ બંધ રહે તેમ છે
ગ્રહોનો રાજા અને સમગ્ર સૃષ્ટિનો પ્રાણ સૂર્ય દર મહિને રાશિ બદલાવે છે અને જે રાશિમાં પ્રવેશ તે નામથી સક્રાંતિ કહેવાય છે પરંતુ, મકરસક્રાંતિનું સદીઓથી અદકેરું મહત્વ રહ્યું છે. સૂર્યદેવના આ રાશિ ભ્રમણમાં દર વર્ષે 14 જાન્યુઆરીના ચોક્કસ સમયે જ પ્રવેશ હોતો નથી, થોડી મિનિટોનો ફરક હોય છે જેથી વર્ષો બાદ ઉત્તરાયણનો દિવસ બદલાતો રહે છે. આ વર્ષે તા. 14 જાન્યુઆરીએ રવિવારની જાહેર રજા પણ છે જેથી લોકો મોજથી પતંગોત્સવ ઉજવશે.જો તા. 15ના રજા જાહેર થાય તો સરકારી કચેરીઓ સતત બે દિવસ બંધ રહે તેમ છે.









