- મતદાનનું પરિણામ 8 ડિસેમ્બરે આવશે
- મધ્ય અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લામાં મતદાન
- બે કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો છે
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને આખરી તબક્કામાં માટે આજે 93 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. જેમાં મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાતની જનતા આગામી પાંચ વર્ષ માટે તેમના પ્રતિનિધિઓ અને તેમની પસંદગીની સરકાર ચૂંટવાની પ્રક્રિયા પૂર્ણ કરશે અને સહુની નજર 8 ડિસેમ્બર, ગુરુવારના રોજ થનારી મતગણતરી અને ચૂંટણીના પરિણામો પર રહેશે.


14 જિલ્લાઓમાં 93 બેઠકો પર યોજાઇ રહી ચૂંટણી
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની રાજ્યની ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન આજે મધ્ય અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાને આવરી લેતી કુલ 93 વિધાનસભા બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં બીજા તબક્કામાં 14 જિલ્લાઓમાં 93 બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં કુલ બે કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આમ રાજ્યના કુલ મતદારોની વાત કરીએ તો 4 કરોડ 91 લાખ 35 હજાર 400 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે છે. બીજા તબક્કામાં 17 હજાર 607 પુરૂષ અને 664 મહિલા મતદારો મળી 18 હજાર 271 મતદારોનો સમાવેશ થાય છે.