• પ્રભારી રાજેશ પાઠક ઈનામદારને સમજાવી રહ્યા: સતીષ નિશાળિયા
  • કોઈપણ પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ શકે છે: પૂર્વમંત્રી કીર્તિસિંહ
  • હું ગઈકાલ સુધી કેતન ઈનામદાર સાથે સંપર્કમાં હતી: સાંસદ રંજનબેન

વડોદરાના સાવલીના કેતન ઈનામદારના રાજીનામાને લઈ વિવિધ નેતાઓ પ્રતિક્રિયા આપી છે. જેમાં સાંસદ રંજનબેને જણાવ્યું છે કે ઈનામદારે રાજીનામું આપ્યું તે મીડિયાથી ખબર પડી છે. હું ગઈકાલ સુધી કેતન ઈનામદાર સાથે સંપર્કમાં હતી. આજે ફોન પર વાત કર્યા બાદ હકીકત જણાવીશ. વડોદરામાં હાલ માહોલ સારો છે.

પ્રભારી રાજેશ પાઠક ઈનામદારને સમજાવી રહ્યા: જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળિયા

[[$googlead]]

લોકસભાની સામે ચૂંટણીએ રાજીનામું આપતા ભાજપમાં ખળભડાટ થયો છે. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે મીડિયાના માધ્યમથી મને રાજીનામાની જાણ થઈ છે. કેતન ઈનામદારને સમજાવવાના પ્રયાસ ચાલુ છે. મારી તબિયત હાલ સારી નથી. પ્રભારી રાજેશ પાઠક ઈનામદારને સમજાવી રહ્યા છે. ધારાસભ્ય કેતન ઇનામદાર મોદી સાહેબને વરેલા છે.

[[$alsoread]]

કોઈપણ પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ શકે છે: પૂર્વમંત્રી કીર્તિસિંહ

કેતન ઈનામદારના રાજીનામા પર પૂર્વ કેન્દ્રીયમંત્રી હરિભાઈ ચૌધરીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે કેતનભાઈનું રાજીનામું તેમનો અંગત વિષય છે. બધા સાથે મળીને કામ કરીએ છીએ. કોઈની નારાજગી હોતી નથી બધા ભેગા મળીને સાથે કામ કરીએ છે. કેતનભાઈનું રાજીનામું એ એનો અંગત વિષય છે. તેમજ પૂર્વમંત્રી કીર્તિસિંહે જણાવ્યું છે કે ધારાસભ્યએ રાજીનામું આપ્યું એ પાર્ટીનો વિષય છે. કેતનભાઈનું નિવેદન તેમના અંગત વિચાર છે. કોઈપણ પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ શકે છે. લોક તાંત્રિક પદ્ધતિ છે.


  • Follow us on: