- 14 અને 15 જાન્યુઆરીના ટુ- વ્હીલર લઈને જવા પર પ્રતિબંધ
- સુરત શહેર પોલીસ દ્વારા ખાસ પ્રકારનું જાહેરનામું બહાર પાડ્યું
- સુરક્ષા માટેનું પહેલું કદમ દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું
ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરત શહેર પોલીસ કમિશને જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં આગામી 14 અને 15 જાન્યુઆરીના ટુ- વ્હીલર લઈને જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જે ટુ- વ્હીલર ચાલકે સેફટી સળીયો લગાવ્યો હશે, તેમને જ જવા દેવામાં આવશે. જેના અંગે જનતાને સાવચેત રહેવા અપીલ કરી છે.
સુરતમાં ઉત્તરાયણ આવે ત્યારે કપાયેલા પતંગની દોરીથી અનેક લોકોના ગળા કપાવાની ઘટનાના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે વાહનચાલકોને રોકવા આ દિવસે ઓવરબ્રિજના નાકે ચુસ્ત પોલીસ બંદોબસ પણ તૈનાત રહેશે. તેમજ રસ્તા પર પસાર થતા વાહનચાલકોની સુરક્ષા માટે દર વર્ષે સુરત શહેર પોલીસ દ્વારા ખાસ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ લોકોની સુરક્ષા માટેનું પહેલું કદમ દર્શાવતું જાહેરનામું જાહેર કરી દેવાયું છે.










