- ઈન્ટેશનલી કંઈ કરાયું ન હતુંઃ રાહુલ ગાંધી
- આ કેસમાં 2 વર્ષની સજાની જોગવાઈ છે
- રાહુલ ગાંધી આ કાયદો તોડે તે ઈચ્છનીય નથી
ઉલ્લેખનીય છે કે મોદી અટક કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરાયા છે અને સાથે 2 વર્ષની સજા બાદ તેમને જામીન પણ આપવામાં આવ્યા છે. આ સમયે ફરિયાદ પક્ષના વકીલે કોર્ટના નિર્ણય બાદ પોતાની પ્રતિક્રિયા આપી છે.
રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં કહ્યું કે ઈન્ટેશનલી કંઈ કરાયું ન હતું. રાહુલ ગાંધીએ જે કર્યું તેનાથી કોઈને નુકસાન થયું નથી. માટે શક્ય તેટલી ઓછી સજા કરાય તેવી રજૂઆત છે. સંસદ અને રાજ્યસભામાં દેશના કાયદા બને છે. અને જો રાહુલ ગાંધી આ કાયદો તોડે તે ઈચ્છનીય નથી. સમાજમાં તેનો ખોટો મેસેજ જાય છે. તેઓને પણ સજા અને દંડ થાય તેવી રજૂઆત છે. આ માટે ઓપ્શન એ છે કે આ કેસમાં 2 વર્ષની સજાની જોગવાઈ છે. આ માટે વધુ લડતમાં જામીન મળી શકે છે.









