• કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર
  • ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું
  • 28 નવેમ્બર સુધી સામાન્યથી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં 28 નવેમ્બર સુધી સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. આ વચ્ચે આજે હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ આપ્યું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 28 નવેમ્બર સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ જ છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જેને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. કચ્છથી લઈને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગે આજે પણ વરસાદ પડવાની આગાહી કરી છે.

કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને કેટલાક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં તથા તાપી ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ યલો અલર્ટ અપાયું છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, બોટાદ, ભાવનગરમાં પણ યલો અલર્ટ આપવામાં આવ્યું છે.

ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતન તેમજ સૌરાષ્ટ્ર અન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ સાથે વીજળી અને પવન સાથે સામાન્ય વાવાઝોડુ 30- 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ગાજવીજના ચમકારા જોવા મળી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરથી ગ્રામ્ય વિસ્તારોમાં કોમોસમી વરસાદ પડ્યો છે. રાજકોટ સહિત વીરપુર, જેતપુર અને પડધરીના ન્યારા ગામમાં કરા સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

  • Follow us on: