• ક્ષત્રિય સમાજના આગેવાન નિકીબા રાઠોડના આક્ષેપ
  • ક્ષત્રિય સમાજનું બીજા તબક્કાનું આંદોલન વધુ પ્રબળ
  • સરકાર આંદોલન પૂર્ણ કરવાના પ્રયાસમાં: નિકીબા

ક્ષત્રિય સમાજનું બીજા તબક્કાનું આંદોલન વધુ પ્રબળ બન્યુ છે. જેમાં સરકાર આંદોલન પૂર્ણ કરવાના પ્રયાસમાં છે તેવા ક્ષત્રિય સમાજના આગેવાન નિકીબા રાઠોડના આક્ષેપ છે. નિકીબા રાઠોડે જણાવ્યું છે કે ધર્મરથના આગેવાનોની વિગત મંગાવી દબાણ કરવામાં આવી રહ્યું છે. આંદોલન વ્યક્તિગત નહીં પક્ષ વિરોધમાં શરૂ થયું છે.

વ્યક્તિગત વિરોધ કહી પ્રજાને ગેરમાર્ગે ન દોરો: નિકીબા

[[$googlead]]

વ્યક્તિગત વિરોધ કહી પ્રજાને ગેરમાર્ગે ન દોરો. આગેવાનો સાથેની અનેક બેઠકો નિષ્ફળ થઇ છે. જેમાં આંદોલન અહિંસક રીતે જ આગળ વધશે. આંદોલન હિંસક ના બનાવો. ધર્મરથના આગેવાનોની વિગત મંગાવી દબાણ કરતા હોવાનો આક્ષેપ છે. તેમજ સીઆર પાટીલએ કરેલા નિવેદન પર ક્ષત્રિય આગેવાનનું નિવેદન સામે આવ્યું છે. આંદોલન વ્યક્તિગત નહીં પક્ષ વિરોધમાં શરૂ થયું છે. વ્યક્તિગત વિરોધ કહી પ્રજાને ગેરમાર્ગે ન દોરો. આગેવાનો સાથેની અનેક બેઠકો નિષ્ફળ રહી હોવાનો આગેવાનનો દાવો છે.

[[$alsoread]]

ધર્મરથની માહિતી એકત્રીત કરવામાં આવી રહી છે

ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથની માહિતી પોલીસ ભેગી કરશે. તેમાં બોર્ડર રેન્જ IG કચ્છ દ્વારા માહિતી મંગાવાઈ છે. જેમાં રથ કેટલા ગામમાં ફર્યો, કોણ આગેવાનો હતા તે માહિતી એકઠી કરી રિપોર્ટ આપવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ પોતાનું આંદોલન પાર્ટ ટુ શરૂ કરી દીધું છે, દેવસ્થાનોથી નીકળનારા તેમના ધર્મરથ નીકળી પડ્યા છે. આ રથ વિવિધ વિસ્તારોમાં ફરી ભાજપ વિરુદ્ધ મતદાન માટે અપીલ કરી રહ્યાં છે. ક્ષત્રિયોએ આરપારની લડાઈ શરૂ કરી દીધી છે, ત્યારે આ ધર્મરથની માહિતી એકત્રીત કરવામાં આવી રહી છે. 

  • Follow us on: