- છેલ્લા 52 મહિનામાં 17 હજાર કરોડથી વધુના કામઃ અમિત શાહ
- 1650 કરોડના 39 કામો અમદાવાદમાં કરાયાઃ શાહ
- ચંદ્રયાન પર તિરંગો ફરકતા વિશ્વે જોયો, મોટી સિદ્ધિ'
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કામોની ભેટ આપી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ત્રાગડમાં ગાર્ડનનું લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા છે. અમદાવાદ પૂર્વ - પશ્વિમ લોકસભાના સાંસદ હાજર રહ્યા છે. તેમજ શહેરની વિધાનસભાના ધારાસભ્ય પણ હાજર રહ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આજે રાજ્યમાં 1500 કરોડથી વધુના કામોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. એક પ્રકારથી તમામ વોર્ડમાં કોઈને કોઈ ભેટ આપવામાં આવી રહી છે. જનતાએ માંગણી નથી કરી છતાં પણ સરકારે લોકોની જરૂરિયાત સમજીને કામ કરી રહી છે. પાણી અને ગટર યોજનાની કોઇએ માગ નહોતી કરી છતાં લોકોને પહેલાં જ ભેટ આપવામાં આવી છે. લોકો માગે તે પહેલા કામ કરવા બદલ CMને અભિનંદન આપું છું. છેલ્લા 52 મહિનામાં 17 હજાર કરોડથી વધુના કામ થયા છે.
ચંદ્રયાન પર તિરંગો ફરકતો વિશ્વએ જોયો
આ સાથે જ ગૃહમંત્રીએ વડાપ્રધાન મોદીની સિદ્ધિ અંગે વાત કરતાં જણાવ્યું કે, ચંદ્રયાન પર તિરંગો ફરકતા વિશ્વે જોયો, મોટી સિદ્ધ છે. G-20ના સફળ આયોજનને વિશ્વે વધાવ્યું છે. G-20નું આયોજન અન્ય દેશો માટે પડકારજનક હતો. પરંતુ ભારતે G-20માં આફ્રિકન દેશોને જોડવાનું કામ કર્યું છે.
વડાપ્રધાને ત્રણ મહિનામાં 4 મોટા કામ કર્યા
જ્યારે સાથે જ અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન કાર્યકાળના એક જ ક્વાર્ટરમાં નરેન્દ્રભાઇએ આ 4 મોટા કામ કર્યા છે. 50 વર્ષે એક થાય એવા 4 કામ 3 મહિનામાં કરવામાં આવ્યા છે. NDAની સરકાર ભારતને વિશ્વમાં સ્થાન અપાવવા સજ્જ છે. નરેન્દ્ર મોદીએ મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં 33% રિઝર્વેશન અપાવ્યું છે. નીતિ નિર્માણ માટે મહિલાઓનું યોગદાન મહત્વનું રહ્યું છે. નવી સંસદમાં કોઈ વિઘ્ન ન આવે એટલે ગણેશ ચોથ તેનું ઉદ્ઘાટન કરાયું હતું. તેમાં પહેલું બિલ નારી શક્તિ માટે મહિલા આરક્ષણનું લવાયું હતું. વધુમાં ઉમેર્યું કે, 50 વર્ષમાં એક કામ થાય તેવા ચાર કામ વડાપ્રધાન મોદીએ 3 મહિનામાં કર્યા છે. વિશ્વમાં ભારતને ઊંચું સ્થાન અપાવવા સરકાર કટિબદ્ધ છે. વિશ્વકર્મા સમાજ માટેની યોજના જણાવતા અમિત શાહે જણાવ્યું કે, લુહાર, સુથાર, મોચી, સોની વગેરેને મશીનો માટે 3 લાખ સુધીની સહાય આપી છે.
આ સાથે જ ત્રાગડની વાત કરતાં અમિત શાહે કહ્યું કે, ત્રાગડમાં હું ધારાસભ્ય બન્યો ત્યારે 2003માં શરૂ કરી હતી. અત્યારે ત્રાગડે વિકાસની હરણફાળ બની છે. અનેક વૃક્ષો ત્રાગડમાં મેં વાવેલા જોયા છે અને તેનો શ્રેય અહીંની જનતાને જાય છે. હજી પણ ઘરની આસપાસ ત્રણ વૃક્ષ જરૂર વાવજો.









