મહાકુંભની જેમ અમદાવાદમાં મીની કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રિત ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મેળાનો શુભારંભ કરાવાયો હતો. 23 થી 26 જાન્યુ.2025 સુધી ચાલનારા આ હિન્દુ આધ્યાત્મિક મેળામાં અનેક આસ્થાળુઓ મુલાકાત લઈ શકશે. આ આદ્યાત્મિક મેળામાં કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ પહોંચ્યા હતા.
આધ્યાત્મિક મેળામાં દરેક સનાતની આવશે:હેમાંગ રાવલ
હેમંગ રાવલે કહ્યું હતું કે સનાતની હિન્દુ તરીકે હિન્દુ આધ્યાત્મને જાણવા માટે મેળામાં આવ્યો છું. પ્રયાગરાજના મહાકુંભ મેળાની અનુભૂતિ કરાવતો આ આધ્યાત્મિક મેળો કે જેમાં એકસાથે અનેક પ્રખ્યાત ભારત અને ગુજરાતના ધાર્મીક સ્થળોની ઝાંખી ઉભી કરાઈ છે. કોંગ્રેસ બંધારણની વિચારધારા સાથે ચાલનારી પાર્ટી છે. સનાતન ધર્મને કોગ્રેસ પક્ષે પણ સન્માન આપ્યું છે. હિન્દૂ આધ્યાત્મિક મેળામાં અનેક સાધૂ સંતો પહોંચ્યા છે. gmdc ખાતે આધ્યાત્મિક મેળામાં ગંગા આરતીના દર્શન પણ કરી શકાશે.
સનાતની સંસ્કૃતિના દર્શન કરાવતો આધ્યાત્મિક મેળો
મેળામાં 15 મુખ્ય મંદિરોની પ્રતિકૃતિ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય સુરેશ ભય્યાજી જોશી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહશે. પ્રયાગરાજથી આવેલા મહંત કિરણદાસજી આધ્યાત્મિક મેળામાં પહોંચ્યા. મીની કુંભમાં યજ્ઞશાળા, સાયન્સ હોલનો પંડાલ ઉપરાંત ખેલ મેદાન, ફિલ્મ એક્ઝિબિશન પણ પંડાલનું આકર્ષણ બની રહેશે.









