- DRIએ દાણચોરી રેકેટના ત્રણ માસ્ટર માઈન્ડની ધરપકડ કરી
- સિગારેટ, બ્રાન્ડેડ મોબાઇલ એસેસરીઝની દાણચોરીનું કૌભાંડ
- કસ્ટમમાંથી ક્લિયરન્સ કરાવનાર વચેટિયાની પણ ધરપકડ
કચ્છના મુન્દ્રામાંથી દાણચોરીના રેકેટના માસ્ટર માઇન્ડ ઝડપાયા છે. જેમાં રૂપિયા 100 કરોડની દાણચોરીના રેકેટના 2 માસ્ટર માઇન્ડ ઝડપાયા છે. તેમાં સિગારેટ, બ્રાન્ડેડ મોબાઇલ એસેસરીઝની દાણચોરીનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં પ્રીમિયમ બ્રાન્ડેડ શૂઝ, બેગ, પર્રફ્યુમની દાણીચોરી થતી હતી.

કસ્ટમમાંથી ક્લિયરન્સ કરાવનાર વચેટિયાની પણ ધરપકડ
કસ્ટમમાંથી ક્લિયરન્સ કરાવનાર વચેટિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. જાન્યુઆરીમાં દાણચોરીનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. DRIએ મુન્દ્રાના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી 100 કરોડના દાણચોરી રેકેટના માસ્ટરમાઇન્ડને ઝડપી પાડ્યા છે. જેમાં DRIએ દાણચોરી રેકેટના ત્રણ માસ્ટર માઈન્ડની ધરપકડ કરતા નામ જાહેર કરવામાં આવ્યા નથી. સિગારેટ, બ્રાન્ડેડ મોબાઈલ એસેસરીઝ, પ્રીમિયમ બ્રાન્ડેડ શૂઝ, બેગ, પરફ્યુમ અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની દાણચોરી થઈ રહી હતી.

ભારતીય કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી
ભારતીય કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય કસ્ટમ્સમાંથી કન્સાઈનમેન્ટની ક્લિયરન્સમાં મદદ કરવાનો પ્રયાસ કરનારા વચેટિયાઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. DRI દ્વારા જાન્યુઆરીમાં 100 કરોડનો દાણચોરીનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. તેમાં વધુ તપાસ ચાલી રહી છે.









