કચ્છના ભચાઉમાં શિકારપુરામાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હત્યાના આરોપીના ગેરકાયદે મકાન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. કચ્છમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી હાઝી અમદ ત્રાયા સામે લૂંટ, પ્રોહીબીશનના ગુનામાં પણ સંડોવાયેલો છે. 


ગુજરાતમાં ગેરકાયદે દબાણો કરીને સરકારી જમીનો પચાવનારા લોકો માટે હાલ કપરો કાળ ચાલી રહ્યો છે. કારણ કે દાદાનું બુલડોઝર રાજ્યના ખૂણે ખૂણે ફરીને ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરી રહ્યું છે. ત્યારે કચ્છમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સ વિરુદ્ધ કચ્છ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હત્યાના આરોપીના ગેરકાયદે મકાન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. કચ્છમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી હાઝી અમદ ત્રાયા સામે લૂંટ, પ્રોહીબીશનના ગુનામાં પણ સંડોવાયેલો છે. 

અગાઉ, પણ કચ્છમાં ગેરકાયદે દબાણ પર તંત્રનું બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. આરોપીના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવાયું છે. કાસમ ત્રાયાએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું, જે હાલ રેવન્યુ વિભાગ અને પૂર્વ કચ્છ પોલીસે કાર્યવાહી કરતા આરોપીના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવાયું છે. કાસમ વિરુદ્ધ આર્મ્સ, પ્રોહિબિશન, મારામારી જેવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

  • Follow us on: