સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીની ખેતી કચ્છ જેવા ગરમ પ્રદેશમાં હવે શક્ય બની છે. ભુજના હરેશભાઈ ઠક્કર નામના ખેડૂતે પોતાની વાડીમાં 7 એકરમાં સ્ટ્રોબેરીની ખેતી કરીને અન્ય ઘણા ખેડૂતોને પણ પ્રેરણા પૂરી પાડી છે અને ખેતીમાં નવું કરવા ઈચ્છતા ખેડૂતોને પ્રેરણાબળ પૂરૂ પાડ્યું છે.
શરૂઆતમાં હરેશભાઈએ 1 એકરમાં સ્ટ્રોબેરીનું વાવેતેર કર્યું
સુકા મલક અને રણપ્રદેશ તરીકે ઓળખાતા કચ્છ જિલ્લા બાગાયત ક્ષેત્રે ક્રાંતિ કરી છે. કચ્છના ખેડૂતો જુના સમયની પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. ભુજના હરેશભાઈ ઠક્કર નામના ખેડૂતે પોતાની વાડીમાં સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે. સામન્ય રીતે સ્ટ્રોબેરી ઠંડા પ્રદેશમાં થાય છે. શરૂઆતમાં હરેશભાઈએ 1 એકરમાં સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું હતું. જેમાં સફળ થતાં આજે તેવો 7 એકરમાં સ્ટ્રોબેરીનું ઉત્પાદન લઈ રહ્યા છે. કચ્છ જેવા રેતાળ અને ગરમ પ્રદેશમાં સ્ટ્રોબેરીની સફળ ખેતી બદલ સરદાર પટેલ એવોર્ડથી હરેશભાઈને સન્માનવામાં આવ્યા છે.
હાલમાં ખેડૂત 7 એકર જમીનમાં સ્ટ્રોબેરી ઉગાડી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે
ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીની ખેતી કચ્છમાં કરી અન્ય ખેડૂતોને નવી રાહ બતાવી છે. કચ્છના ખેડૂતોનું સાહસ અને પરિશ્રમના કારણે આજે સ્ટ્રોબેરીની ખેતી શક્ય બની છે. હરેશભાઈ 7 એકર જમીનમાં સ્ટ્રોબેરી ઉગાડી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. કોઈપણ ખેતી હોય સખત મહેનત અને પરીશ્રમ કરવાથી ચોક્કસ તેનું ફળ મળે છે, તે વાત અહીં સાર્થક થતી જોવા મળી રહી છે.









