કચ્છ જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ મોટા ભાગના ડેમો તળિયા ઝાટક થઈ ગયા છે. ત્યારે સૌથી મોટા એવા રુદ્રમાતા ડેમમાં પણ નહિવત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ત્યારે રુદ્રમાતા ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવે તેવી માગ ઉઠી છે. ભુજ તાલુકાના જીવાદોરી સમાન રુદ્રમાતા ડેમ તળિયા ઝાટક થઈ જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.


[[$googlead]]

પાણીના કારણે ઉનાળો આકરો બને તેવી સ્થિતિ

આસપાસ 10 જેટલા ગામને પીવાનું પાણી, ખેડૂતોને સિંચાઈ માટે પાણી પુરૂ પાડતા ડેમમાં નહીવત પાણીના કારણે ઉનાળો આકરો બને તેવું લાગી રહ્યું છે. રૂદ્રમાતા ડેમને નર્મદા નીરથી ભરવામાં આવે તેવી અનેકવાર જાહેરાતો કરવામાં આવી રહી છે. આજ દિન સુધી ડેમને નર્મદાના નીરથી ભરવા માટેનું આયોજન કરવામાં આવ્યું નથી. જિલ્લાના સૌથી મોટા એવા રુદ્રમાતા ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવે તો ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો લાભ અને આસપાસના ગામોમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.

[[$alsoread]]

ડેમને નર્મદાના પાણીથી ભરવામાં આવે તેવી માગ

રુદ્રમાતા ડેમની આસપાસનો વિસ્તાર એક સમયે મીની પંજાબ તરીકે જાણીતો હતો. આ વિસ્તારમાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. હાલમાં ડેમ તળિયા ઝાટક થવાના કારણે પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. આ ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવે તો આસપાસના ગામડાના લોકો અને ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે.


  • Follow us on: