- કચ્છ જિલ્લા ટ્રક ઑનર્સ એસોએસિયનની બેઠક પૂર્ણ
- ટ્રક ઓનર્સ એસો.ના હોદ્દેદારો બદલવા કે યથાવત રાખવાને લઇ ઘર્ષણ
- આખરે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ તરીકે નવઘણ આહીરની વરણી
કચ્છમાં 10 હજાર ટ્રક માલિકોના હિતો માટેના સંગઠનની આજ રોજ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ટ્રક ઓનર્સ એસોશિયેશનના હોદ્દેદારો બદલવા કે યથાવત રાખવાને લઇ ચર્ચા કરવામાં આવી હતી. જોકે હોદ્દેદારો બદલવાને લઇ બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આખરે કચ્છ જિલ્લા ટ્રક ઑનર્સ એસોએસિયનની બેઠક ઉગ્ર બોલાચાલી વચ્ચે પૂર્ણ થઇ છે. આખરે સતત ત્રીજી વખત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ તરીકે નવઘણ આહીરની વરણી કરવામાં આવી છે. પૂર્વ રાજય મંત્રી વાસણ આહીરના પુત્ર નવઘણ આહીર સતત ત્રીજી વખત ટ્રાન્સપોર્ટ એસોએસિયનના પ્રમુખ બન્યા છે.















