- ક્ચ્છના અંજાર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ
- અડધો કલાકના વરસાદમાં જ અંજાર પાણી-પાણી
- 20 મિનિટમાં અઢી ઇંચ ઇંચ વરસાદ નોંધાયો
ધોધમાર વરસાદને લઇ હવામાન વિભાગની આગાહીને પગલે કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અંજાર ,આદિપુર ગાંધીધામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે ભાવનગર, અમરેલી, તાપી, ડાંગ, વલસાડ, મહીસાગર, દાહોદ, જૂનાગઢ, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપાવમાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહીને પગલે ક્ચ્છના અંજારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અંજાર ,આદિપુર ગાંધીધામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ છે. અડધો કલાકના વરસાદમાં જ અંજારના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયું છે. અડધો કલાકના વરસાદમાં જ નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. તંત્રની કામગીરીને લઇ સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. 20 મિનિટમાં અઢી ઇંચ ઇંચ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે ભાવનગર, અમરેલી, તાપી, ડાંગ, વલસાડ, મહીસાગર, દાહોદ, જૂનાગઢ, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપાવમાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંતના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
બુધવારે કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંતના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
ગુરુવારે તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.