રેલવે મંત્રાલયે સમગ્ર દેશમાં આવેલ વિવિધ ઝોનના મુખ્ય મથક ખાતે ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટીવ કમિટીનું ગઠન કરવાની મંજૂરી આપી છે. આ કમિટીના ગઠનનો હેતુ રેલવે પ્રશાસન અને રેલવે યુઝર્સ વચ્ચે રેલવે સેવાઓ, રેલવેની કાર્યક્ષમતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ વિશે વધારે ઘનિષ્ઠ રીતે સંવાદ થાય અને તે થકી તેમાં સુધારાઓ કરવા માટેનો છે. આદરણીય રેલવે મંત્રી શ્રીએ ફોકિઆ ને વર્ષ 01/10/2024 થી 30/09/2026 માટે ZRUCC માં પ્રતિનિધિત્વ આપી આમંત્રિત કર્યા છે.


આ સમિતિઓનું કાર્ય સલાહકાર તરીકેનું છે. સેવાઓ સુધારવા માટે સભ્યો રેલવેને સૂચનો કે મંતવ્યો આપે છે. તેઓ વિવિધ એકમોની મુલાકાત લઈ શકે છે. જે મુસાફરોના હિત જેવા કે બુકિંગ, કેટરિંગ, વેઈટિંગ રૂમની સુવિધાઓ વગેરે સાથે કામ કરે છે અને જો કોઈ સૂચનો હોય તો ચોક્કસ ટિપ્પણી સાથે તેમના અવલોકનો સબમિટ કરી શકે છે.

કચ્છ જિલ્લાને મળ્યું પ્રતિનિધિત્વ

ફોકિઆ વતી ZRUCC માં ભાવેન સુરેશભાઈ ઠક્કર પ્રતિનિધિત્વ કરશે. ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે ઝડપભેર વિકસતા આ જિલ્લામાં, રેલવે સેવાઓમાં વધુ સુવિધા સાથે સુધારા થાય અને માળખાકીય કામોમાં ઝડપ આવે તે માટે ફોકિઆ, રેલવે મંત્રાલય સાથે રચનાત્મક સૂચનો કરી કામ કરશે, તેવું ફોકિઆ ની યાદીમાં જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને કચ્છ જિલ્લા અને સમગ્ર રીતે વેસ્ટર્ન ઝોનને લગતા રેલવેના પ્રશ્નો માટે ઉદ્યોગો, જાહેર સંસ્થાઓ અને રેલવે પ્રવાસીઓને તેમના સૂચનો [email protected] પર અથવા ગાંધીધામ અને ભુજ ફોકિઆ કાર્યાલય પર મોકલી આપવા, ફોકિઆના મમતાબેન વાસાણીની યાદી જણાવે છે.

ફોકિયા સામાજિક-આર્થિક વિકાસની ગતિ વધારવા માટે નીતિ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે સમર્પિત

ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિયા) એ વર્ષ 2000 થી કચ્છ જિલ્લાના સામાજિક-આર્થિક વિકાસની ગતિ વધારવા માટે નીતિ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે સમર્પિત મોટા, મધ્યમ અને નાના ઉદ્યોગો અને સંગઠનોની એક છત્ર સંસ્થા છે.  FOKIAને ગુજરાત રાજ્ય કર અને વાણિજ્ય વેરા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવેલી GST રાજ્ય સ્તરીય સંકલન સમિતિમાં સભ્ય તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. FOKIA ને વિદેશી વેપારના મહાનિર્દેશક, વાણિજ્ય મંત્રાલય અને ભારત સરકાર દ્વારા પ્રમાણપત્ર આપવા માટે અધિકૃત કરવામાં આવે છે. જે તેમના નિકાસ દસ્તાવેજોનો ભાગ બનતો ફરજિયાત દસ્તાવેજ છે. FOKIA પણ ગુજરાત સરકાર સાથે નોલેજ પાર્ટનર તરીકે ભુજ-કચ્છ ખાતે તેના પ્રકારના પ્રથમ ઔદ્યોગિક પ્રમોશન સેલમાં ખૂબ જ નજીકથી કામ કરી રહ્યું છે. 


  • Follow us on: