- શાંતીપુરા સર્કલ પાસે ફ્લેટમાં કરી કાર્યવાહી
- ઝારખંડના રહેવાસી માદક પદાર્થની ખેતી કરતા
- પોલીસે 200 કુંડામાં માદક પદાર્થના છોડ કર્યા જપ્ત
ગુજરાતમાં અવાર-નવાર માદક પદાર્થ, દારૂ અને ડ્રાગ્સ ઘૂસાડવાના પ્રયાસો થઇ રહ્યા છે. પોલીસ તંત્ર દ્વારા કરોડો રૂપિયાના કન્ટેનર ઝડપે છે. છતા બુટલેગરો બેફામ છે. તેવામાં પ્રાથમિક માહિતીના આધારે પોલીસે બોપલમાં આવેલી ઓર્ચિડ લેજેંસીમાં માદક પદાર્થની લેબ 15માં માળે આવેલા ભાડાના મકાનમાં માદક પદાર્થના છોડ ઉગાડ્યા હતા
ઝારખંડના રહેવાસી માદક પદાર્થની કરતા હતા ખેતી
મળતી માહિતી મુજબ અમદાવાદમાં શાંતીપુરા સર્કલ પાસે ફ્લેટમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી વાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને બાતમી મળતા અમદાવાદમાં બોપલમાં શાંતીપુર સર્કલ પાસે આવેલા ઓર્ચિડ લેજેંસીમાં માદક પદાર્થની લેબ 15માં માળે આવેલા ભાડાના મકાનમાં માદક પદાર્થના છોડ ઉગાડ્યા હતા. બાતમીના આધારે પોલીસે ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન માદક પદાર્થની લેબ ઝડપાઈ છે. પોલીસે દરોડા પાડ્યા તે દરમિયાન 200 કુંડામાંથી માદક પદાર્થના છોડ મળી આવ્યા હતા. પોલીસે તમામ છોડ કબ્જે કર્યા છે. મળતી માહિતી ઝારખંડના રહેવાસી મુજબ માદક પદાર્થના 200 છોડનો ઉછેર કરતા હોવાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે 200 કુંડામાં માદક પદાર્થના છોડ કર્યા જપ્ત
અનેકવાર આવા કારસ્તાનનો પોલીસ તંત્ર પર્દાફાશ કરે છે. આવા લોકોને કઇને કઇ મોકો મળી જાય છે. પોલીસના નાકનીચેથી માદક પદાર્થીની મોટી લેબો ખોલે છે. આખરે પોલીસે આ સમગ્ર મામલે કડક તપાસ કરતા અમદાવામાં માદક પદાર્થની લેબ ઝડપી લીધી છે. માદક પદાર્થની લેબમાં 1 યુવતી અને 2 યુવકો માદક પદાર્થની ખેતી કરી રહ્યા હતા તે જ દરમિયાન દરોડા પાડ્યા હતા.
આ આરોપીઓ 200 કુંડામાં માદક પદાર્થના છોડ ઉછેરીને વિદેશમાં વ્યાપાર કરતા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. પોલીસે સમગ્ર મામલે 1 યુવતી અને 2 યુવકોની ધરપકડ કરીને મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો છે. હજુ પણ પોલીસ દ્વારા માદક પદાર્થની લેબમાં તપાસ ચાલી રહી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.









