લખતરની ભાણી અને રાજચરાડીના ભાણાનું અચાનક રાત્રે સુતા બાદ સવારે ઉઠયા જ નહી અને હાર્ટ એટેકથી મોત થયું હતું.


પ્રાપ્ત વિગતો અનુસાર, કોરોના બાદ અનેક લોકો ગરબા રમતા, ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેકથી અચાનક મોત થયાની ઘટના સામે આવી રહી છે. એવામાં 2 નાની વયના યુવક અને યુવતીના અચાનક હાર્ટ એટેકથી મોત થયાની ઘટનાએ સૌને ચિંતામાં મૂકી દીધા છે. ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામનો ભાણો યોગેશ પટેલ અમેરિકાથી આવ્યા બાદ બીજા દિવસે સાંજે હોટલમાં જમવાનો પ્રોગ્રામ નકકી કરી રાત્રે ઘેર સુઈ ગયો હતો.સવારે યુવક ઉઠયો જ નહી અને ઉઠાડવાનો પ્રયાસ કરતા કોઈ જવાબ નહી આપતા હોસ્પિટલ લઈ જતા ડોકટરે હાર્ટ એટેકથી મોત થયાનું જણાવતા પરિવારજનોના હોશ ઉડી ગયા હતા.બીજી તરફ્ લખતરની ભાણી સોનલ પટેલ સાથે પણ આવી જ ઘટના બની છે એ પણ રાત્રે ઘેર સુતા બાદ સવારે નહી ઉઠતા હાર્ટ એટેકથી મોત થયાની જાણ થઈ હતી.આમ ત્રીસેક વર્ષની ઉમરના બે યુવક યુવતીના હાર્ટ એટેકથી કોઈ પણ બિમારી વગર રાત્રે હસતા હસતા કોઈ પણ બિમારી વગર સુતા બાદ સવારે જ ઉઠયા જ નહી એવી રીતે મોત થતા લોકો કોરોનાની વેક્સિન લીધા બાદ આડઅસરથી મોત થયું છે.


  • Follow us on: