અમદાવાદમાં લલ્લા બિહારીને લઈ મોટા ખુલાસો થયો છે, લલ્લા બિહારીને 4 પત્નીઓ હોવાનું સામે આવ્યું છે, તો લલ્લા બિહારીએ પત્નીઓ માટે અલગ ઘર ખરીદ્યા છે અને ચારેય પત્નીઓ અલગ અલગ ઘરમાં રહેતી હતી, જેમા જમીલાબાનું, ફિરોઝાબાનુ, તમ્મવન, રુક્ષાનાબાનુ આ 4 પત્નીઓને 9 સંતાનો હોવાનું સામે આવ્યું છે, 9 સંતાનો પણ બે નંબરના કારોબાર સંભાળતા હતા.


[[$googlead]]

નેતાઓના લેટરપેડથી ભારતીય ડોક્યુમેન્ટ કરાવતો હતો રાજા લલ્લા બિહારી

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, રાજકીય સ્થાનિક નેતાઓના લેટરપેડથી ભલામણ કરતો હતો અને બંગાળીઓના ભારતીય ડોકયુમેન્ટ પણ બનાવતો હતો, થોડા દિવસ પહેલા દીકરા ફતેમહંમદની ધરપકડ કરવામાં આવી છે અને ફતેમહંમદ હાલ 5 દિવસ પોલીસના રિમાન્ડ પર છે, લલ્લા બિહારી વૈભવી લાઈફ સ્ટાઈલનો શોખીન છે પત્નીઓના ઘરે રાખતો હતો દસ્તાવેજ અને રોકડ સાથે સાથે ગઇકાલે સાંજે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી.

[[$alsoread]]

લલ્લા બિહારીના ઘરેથી દસ્તાવેજ, બિલ બુક સહિત 4 બેગ ભરી પુરાવા કબજે કરાયા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારીના ઘરેથી દસ્તાવેજો અને બિલ બુક પણ જપ્ત કરી છે, ઘરોમાંથી 9.50 લાખ રોકડ અને દાગીના મળ્યા હતા સાથે સાથે ઘરમાંથી પૈસા ગણવાનું મશીન પણ ઝડપાયું છે, ફરાર લલ્લા બિહારીને ઝડપવા પોલીસ સક્રિય થઈ છે. મહેમુદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીએ કાળી કમાણીથી ઝુંપડપટ્ટીની વચ્ચે આલિશાન ફાર્મ હાઉસ બનાવ્યા હતાં. તેણે આલિશાન બંગલાને એવી રીતે રાખ્યો હતો કે, ગૂગલ મેપ પણ તેને પકડીના શકે. આ ઉપરાંત તેના ઘરમાંથી ઘૂસણખોરોને ક્યાં રાખવા તેની યાદી પણ મળી આવી છે.

લલ્લાની જબરદસ્ત મોડસઓપરેન્ડી

લલ્લા બિહારીએ ચંડોળામાં પોતાનું આખું સામ્રાજ્ય ઉભું કર્યું હતું. બાંગ્લાદેશી મહિલાઓ પાસે દેહ વ્પાપારની પ્રવૃત્તિ કરાવતો હતો. આ ઉપરાંત ગેરકાયદે ફાઈનાન્સનો પણ ધંધો કરતો હતો. આ કાળી કમાણીથી તેણે ચંડોળા તળાવની ઝુંપડપટ્ટીની વચ્ચે આલિશાન બંગલા અને ફાર્મ હાઉસ તૈયાર કર્યા હતાં. ગૂગલ પણ તેના બંગલાને પકડી ના શકે તે માટે તેણે બંગ્લા પણ ઘાસ પાથરી દીધું હતું. માત્ર આગળનો દરવાજો દેખાય તે રીતે બંગલાને તૈયાર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ તંત્રના ધ્યાને આવ્યું નહોતુ. પરંતુ ગઈકાલે જ્યારે પોલીસ અને એએમસીના અધિકારીઓ ઝૂંપડપટ્ટીમાં ઘૂસ્યા ત્યારે બાંધકામ જોઈને તેમની આંખો પહોળી થઈ ગઈ હતી. ત્યાં બાળકો માટે પ્લે હાઉસ પણ બનાવ્યા હતાં. લલ્લા બિહારી 200થી વધુ રિક્ષાઓનો માલિક હતો. રિક્ષાઓ ભાડે આપીને કમાણી કરતો હતો.

  • Follow us on: