• સિદ્ધપુર તાલુકાથી જમીન માપણી સર્વેની કામગીરી શરૂ કરાશે

  • જમીન માપણીની સર્વેની વિશેષતા એ છે કે આ માપણી ડ્રોનથી કરાશે.
  • જમીન સર્વેની કામગીરીમાં પાટણ જિલ્લાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે

ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના એટલે સ્વામિત્વ યોજના ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા દાખલ કરવામાં આવેલી આ યોજના અંતર્ગત દેશમાં જમીન માપણી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે આ વર્ષે કરવામાં આવતી જમીન માપણીની સર્વેની વિશેષતા એ છે કે આ માપણી ડ્રોનથી કરાશે.

આ યોજના અંતર્ગત રાજ્યના પ્રાથમિક તબક્કામાં જિલ્લામાં હેડક્વાર્ટર તાલુકાના 2294 ગામોમાં ડ્રોનથી માપણી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી જે અંતર્ગત રાજ્યના 27 જિલ્લામાં 1308 ગામોમાં ડ્રોનથી માપણી પૂર્ણ કરી દેવામાં આવી છે. સ્વામિત્વ યોજના અંતર્ગત જમીન સર્વેની કામગીરીમાં પાટણ જિલ્લાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાથી આ કામગીરીની શરૂઆત કરાશે.

ગામોમાં ડ્રોન સર્વે કરતા પહેલા મિલકતોને ચુના માર્કિંગ કરવામાં આવશે. સ્વામિત્વ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં સર્વે ઓફ ઈન્ડિયાની મદદથી ડ્રોન દ્વારા જમીન માપણી કરી પ્રોપર્ટી કાર્ડની કામગીરી પૂરજોશમાં છે.

સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા ડ્રોનની નવી આઉટસોર્સીંગથી 6 ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમ દ્વારા તા.11-7-2022થી સિદ્ધપુર તાલુકામાં આવેલા અલગ અલગ ગામમાં જમીન માપણી શરૂ થશે. સિદ્ધપુર તાલુકાના ગામોમાં ડ્રોન દ્વારા સર્વે હાથ ધરાશે. આ યોજનાનો ઉદ્દેશ ગામડાઓમાં રહેતા લોકોના જમીન અધિકારોને રેકોર્ડ કરવાનો અને મિલકતના માલિકોને પ્રોપર્ટી કાર્ડ આપવાનો છે. આ યોજના અંતર્ગત તમામ ગ્રામીણ વિસ્તારોમાં ડ્રોનનો ઉપયોગ ટેકનોલોજી થકી સર્વે થશે.


  • Follow us on: