- ગુજરાત નજીક ભારતીય જળસીમામાંથી પકડાયું ડ્રગ્સ
- ગુજરાત A.T.S અને નેવી અને NCBનું સંયુકત ઓપરેશન
- 3 હજાર કિલો જેટલું ડ્રગ્સ સાથે 4 ક્રુ મેમ્બરની ધરપકડ
રાજ્યના 1600 કિમીના દરિયાકિનારે વારંવર ડ્રગ્સની હેરફેર સામે આવતી રહેતી હોય છે. આ વચ્ચે રાજ્યના દરિયા કિનારા નજીક સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં આશરે 3100 કિલો ડ્રગ્સનો જથ્થા સાથે ચાર લોકો પકડાયા હોવાની વિગતો સામે આવી રહી છે.
A.T.S અને નેવી અને NCBનું સંયુકત ઓપરેશન
આ અંગેની માહિતી અનુસાર, ભારતીય જળસીમામાંથી ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આ સાથે જ ડ્રગ્સ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જે માટે નેવી, એનસીબી અને ગુજરાત એટીએસની ટીમનુ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે.
આ દરમિયાન તપાસ ટીમે 3 હજાર કિલો જેટલું ડ્રગ્સ પકડાયું હોવાની માહિતી સામે આવી છે. જેના સાથે જ ચાર ક્રુ મેમ્બરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ માટે નેવી, એનસીબી અને ગુજરાત એટીએસની ટીમનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
હજારો કરોડનું ડ્રગ્સ હોવાનું અનુમાન
આ ઉપરાંત બોટમાં સવાર લોકો પાસેથી સેટેલાઇટ ફોન અને અન્ય સામગ્રી કબજે કરાઇ છે. તેમજ ક્રુ મેમ્બર ક્યાંના છે તે તપાસ બાદ જ સામે આવશે. ડ્રગ્સનો જે જ્થ્થો ઝડપાયો છે તેમાં ત્રણ અલગ-અલગ પ્રકારના ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે. હજુ સુધી ઝડપાયેલા ડ્રગ્સની કિંમતનો ચોક્કસ આંકડો તો સામે આવ્યો નથી પરંતુ માનવામાં આવે છે કે ઝડપાયેલા ડ્રગ્સની કિંમત પણ હજાર કરોડ રૂપિયાથી પણ વધારે હોઇ શકે છે. આ સમગ્ર ઓપરેશન અંગે આગામી દિવસોમાં ખુલાસા થઈ શકે છે.
થોડાં દિવસ અગાઉ વેરાવળથી મળ્યું હતું હેરોઈન
ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં વધુ એક મોટી સફળતા મળી હતી. જેમાં રૂ.350 કરોડનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂ.350 કરોડના 50 કિલો સિલ બંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં SOG અને NDPS ની ટીમ દ્વારા ઓપરેશન સંયુક્ત રીતે અને સફળતાપૂર્વક પાર પડાયું હતું. આ ઓપરેશન અંતર્ગત ત્રણ મુખ્ય આરોપીઓ સહિત 9 આરોપીઓની ધડપકડ કરવામાં આવી હતી.









