રાજકોટમાં કાયદાને ઘોળીને પી જતા નબીરાઓ સામે આવ્યા છે. તેમાં જાહેરમાં જન્મદિવસે કેક કાપીને ફટાકડા ફોડ્યા છે. નબીરાઓએ ફટાકડા ફોડી કાર પર કેક કાપી છે. તેમજ કેક કાપ્યા બાદ કાર સાથે જોખમી સ્ટંટ કરવામાં આવ્યા છે. તથા સ્ટંટ કરી રીલ બનાવી ઇન્સ્ટાગ્રામ ID પર પોસ્ટ પણ કરી છે. તેમાં પોલીસે કારના નંબર પ્લેટના આધારે તપાસ શરૂ કરી છે.
પોલીસે કારના નંબર પ્લેટના આધારે કાર્યવાહી શરૂ કરી
શહેરમાં કાયદાને ઘોળીને પી જતા નબીરાઓ બેફામ બન્યા છે. તેમાં નવા રીંગ રોડ પર મોંઘીદાટ કાર સાથે કેક કાપી અને થાર ગાડી સાથે સ્ટંટ કર્યા છે. તેમજ નબીરાઓએ ફટાકડા ફોડી કાર પર કેક કાપી છે. આટલી ઘટના બાદ પમ આવાસ યોજના પાસે થાર ગાડી ગોળ ગોળ ફેરવી સ્ટંટ કર્યા છે. રસ્તાઓ પોતાના હોય તેમ નબીરાઓ રસ્તા ઉપર કાર રાખી જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. તેમજ Digpalsinh jadeja 3 ના ઇન્સ્ટા આઇડીમાં પણ આ રીલ મૂકવામાં આવી છે. પોલીસે કારના નંબર પ્લેટના આધારે કાર્યવાહી શરૂ કરી છે.
અગાઉ પણ આ રીતે જન્મદિવસ ઉજવનારા તત્વોની શાન ઠેકાણે લાવવામાં આવી હતી
અગાઉ સુરતમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં જન્મદિવસ સહિતની ઉજવણી પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું મૂક્યું હતુ. તેમ છતાં ઘણા નબિરાઓ પોલીસના કાયદાના ધજાગરા ઉડાવતા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા લિંબાયત વિસ્તારમાં રોડ પર રાત્રિના સમયે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં જાહેરમાં રસ્તા પર એકથી વધુ કેક કાપીને જન્મ દિવસ ઉજવ્યાનો વીડિયો વાયરલ થયો હતો. કેક કાપના સેલિબ્રેશન વખતે યુવક અને તેમના મિત્રોએ ફીણ વાળા ફુવારાથી એકમેકને ફીણથી રંગ્યા હતા. મસ્તી કરતાં યુવકોએ જાહેરમાં ફટાકડા પણ ફોડ્યા હતા. યુવકની જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરાઇ હતી. રાત્રિ દરમ્યાન જાહેરમાં કેક કાપી તેમજ ફટાકડા ફોડીને ઉજવણી કરાઇ હતી. અગાઉ પણ આ રીતે જન્મદિવસ ઉજવનારા તત્વોની શાન ઠેકાણે લાવવામાં આવી હતી.