• મિર્ઝાપુર કુરેશ હોલ પાસે અંગત અદાવતમાં હત્યા
  • રિવરફ્રન્ટ પર ફાયરિંગ વિથ મર્ડરથી ચકચાર
  • ઘાટલોડિયાના સ્મિત ગોહિલ નામના યુવકની હત્યા
અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી રહી હોય તેવી સ્થિતિ બની રહી છે. જેમાં શહેરમાં એક જ દિવસમાં બીજો હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં શહેરની અંદર જાહેરમાં છરીના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવી હોવાની માહિતીઓ સામે આવી રહી છે. જેમાં શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં મર્ડરનો બનાવ બન્યો છે.

આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદમાં એક જ દિવસમાં 2 હત્યાની ઘટના સામે આવી છે. જેમાં જાહેરમાં છરીના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવી છે. શહેરના મિર્ઝાપુર કુરેશ હોલ પાસે અંગત અદાવતમાં હત્યા કરી હોવાની વિગતો મળી રહી છે. જેમાં શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં યુવકની હત્યા થઈ છે. 24 થી 25 વર્ષીય બિલાલનું અંગત અદાવતમાં મર્ડર થયું હોવાનું સામે આવ્યું છે.

જ્યારે બીજી તરફ રિવરફ્રન્ટ પર ફાયરિંગ વિથ મર્ડરથી ચકાચાર મચી છે. આ ઘટનામાં ઘાટલોડિયાના સ્મિત ગોહિલ નામના યુવકની હત્યા થઈ હોવાની વિગતો સામે આવી છે. હત્યા બાદ રિવરફ્રન્ટ પર દધીચી બ્રિજ નીચેથી મળ્યો યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. હાલ મૃતકની ડેડ બોડીની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.

બંને ઘટના બાદ અમદાવાદ પોલીસની વિવિધ ટીમ સક્રિય થઈ છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમા લાગી છે. આ યુવાનની હત્યા મોડી રાતે કે વહેલી સવારે થઇ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ બંને હત્યા અંગત અદાવતમાં બની હોવાનું પણ સામે આવ્યુ છે. હાલ આ હત્યા અંગે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

જોકે શહેરમાં થોડા દિવસ પહેલા પણ હત્યાની ઘટના સામે આવી હતી. ચાંદખેડા વિસ્તારમાં નવરાત્રીની રાતે મળી આવેલી યુવકની લાશનો ભેદ પોલીસ ગણતરીના દિવસોમાં ઉકેલી નાંખ્યો હતો. આ કેસમાં એક ઘરઘાટી યુવકની ઘરપકડ કરવામાં આવી છે. ઘરઘાટી યુવકે તેના મિત્રની સજાતીય સંબંધોને લઇને હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેના પછી આજે ફરી બે મૃતદેહો મળતાં ચકચારી મચી છે.

  • Follow us on: