• નવજાત બાળકી એક દિવસની હોવાનું સામે આવ્યું
  • પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી
  • પોલીસે બાળકીના વાલીઓની શોધખોળ હાથ ધરી
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં માનવતાને શર્મસાર કરે એવી ઘટના સામે આવી છે. જેમાં ગણદેવી વિસ્તારમાં આવેલ જુના સિનેમા રોડ પાસે નવજાત બાળકીને તરછોડી મુકવામાં આવી હતી. જેને શ્વાને ફાડી ખાધી અને તેનું મોત થયું છે. આ પછી પોલીસે બાળકીનું મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું છે.

આ અંગેની માહિતી અનુસાર નવસારી જિલ્લાના ગણદેવી નજીક બાપા સીતારામની મઢુલીની પાછળ નવજાત બાળકીને મૂકી જવામાં આવી હતી. જેને ત્યાં રખડતાં શ્વાનએ ફાડી ખાધી હતી. આ ઘટનાની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકોએ ગણદેવી પોલીસનો સંપર્ક કર્યો હતો.

જે પછી ગણદેવી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી બાળકીના મૃતદેહનો કબજો લીધો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છેકે, આ એક દિવસની નવજાત બાળકી હોવાનું સામે આવ્યું છે. ગણદેવી પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ગણદેવી પોલીસે ફરિયાદ નોંધણી વાલીવારસને શોધવાની તજવી હાથ ધરી છે. 
  • Follow us on: