• કાલાવડ રોડ ઉપર આવેલી હોટલ પાસે દીપડો દેખાયો
  • દીપડાની હિલચાલ સીસીટીવી કેમેરામાં થઈ કેદ
  • RPJ હોટેલ પાસે દીપડો દેખાયા હોવાની પુષ્ટિ થઇ

રાજકોટમાં ફરીથી દીપડો દેખાયો છે. જેમાં કાલાવડ રોડ ઉપર આવેલી હોટલ પાસે દીપડો દેખાયો છે. દીપડાની હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ગત તારીખ 1 ના રોજ દીપડાની હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

RPJ હોટેલ પાસે દીપડો દેખાયા હોવાની પુષ્ટિ થઇ

[[$googlead]]

કાલાવડ રોડ ઉપર RPJ હોટેલ પાસે દીપડો દેખાયા હોવાની પુષ્ટિ થઇ છે. જેમાં સીસીટીવીનાં આધારે દીપડાને લઈ વન વિભાગ સક્રિય થયુ છે. રજકોટના કાલાવડ રોડ પર દીપડાની દહેશત ફેલાઇ છે. હોટેલ અને આસપાસનાં વિસ્તારમાં દીપડો દેખાયો છે. દિપડો દેખાતા ફોરેસ્ટ વિભાગની ટીમ હોટેલ પહોંચી છે. તેમાં દીપડો હોટેલ પાસે ફરતા CCTVમાં દેખાયો છે. ફોરેસ્ટની ટીમે CCTVનાં આધારે તપાસ હાથ ધરી છે.

[[$alsoread]]

 દીપડાનું લોકેશન ક્યા આવેલું છે તે ખરેખર જાણવું મુશ્કેલ

ગત તારીખ 21નાં રોજ (રાત્રીના 2 થી 3 ની વચ્ચે એટલે 22 તારીખ) દીપડો વોકળામાંથી નીકળી હોટેલ તરફથી આગળ વધી વંડી ઠેકી આગળ નીકળી ગયો હતો. દીપડાને લઈને આસપાસ તપાસ માટે ફોરેસ્ટ વિભાગની ટીમ પહોંચી હતી. ત્યારે સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસ હાથ ધરી છે. દીપડો નીકળ્યાની ઘટના 11 દિવસ પહેલા બની હતી. 11 દિવસ બાદ હવે ખબર પડી દીપડો નીકળ્યો છે. હવે દીપડાનું લોકેશન ક્યા આવેલું છે તે ખરેખર જાણવું મુશ્કેલ છે. 

  • Follow us on: