- જંગલી જાનવર ફરી રહ્યું હોવાના વીડિયો સામે આવ્યા
- વન વિભાગ તરફથી જંગલી જાનવર હોવાની જાણકારી
- ગબ્બર પર્વત પાસે જંગલમાં રહેતા આદિવાસી પરિવારમાં ભય
અંબાજી ગબ્બર આસપાસના વિસ્તારમાં દીપડો દેખાયો છે. જેમાં જંગલી જાનવર ફરી રહ્યું હોવાના વીડિયો સામે આવ્યા છે. વન વિભાગ તરફથી જંગલી જાનવર હોવાની જાણકારી આપવામાં આવી છે. જંગલી પ્રાણી VS 51 શક્તિપીઠ પરીક્રમા માર્ગ પર છે.
જંગલમાં રહેતા આદિવાસી પરિવારમાં ભય ફેલાયો
ગબ્બર પર્વત પાસે જંગલમાં રહેતા આદિવાસી પરિવારમાં ભય ફેલાયો છે. તેમાં સાંજે અને રાત્રિના સમયે આવા વિસ્તારમાં ન જવા સૂચના આપવામાં આવી છે. ગબ્બર પર્વત પાસે જંગલી પ્રાણીના લીધે 51 શક્તિપીઠ પરીક્રમા માર્ગ આજે બંધ રાખવામાં આવ્યો છે. છેલ્લા ચાર પાંચ દિવસથી ગબ્બર આસપાસના વિસ્તારમાં જંગલી જાનવર ફરી રહ્યું હોવાના વીડિયો સામે આવ્યા છે. વન વિભાગ તરફથી સાંજના અને રાત્રિના સમયે આવા વિસ્તારમાં ન જવા સૂચન કરાયું છે.
રવિવારના દિવસે મોટી સંખ્યામાં યાત્રિકો દર્શન કરવા આવ્યા
આજે રવિવારના દિવસે મોટી સંખ્યામાં યાત્રિકો દર્શન કરવા આવ્યા છે. જેમાં ગબ્બર વિસ્તારમાં આજે મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા છે. ગબ્બર ચાલતા જવાનો માર્ગ યાત્રિકો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ જંગલી જાનવરના આગમનને લઈને આજે સવારથી બંધ રાખવામાં આવ્યો છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અહીં સિક્યુરિટી ગાર્ડ પણ યાત્રિકોને જવા દેતા નથી. વન વિભાગ તરફથી જંગલી જાનવરની જાણકારી મેળવવામાં આવી છે. જેમાં જંગલી જાનવર તેમના કુતરા અને બકરાનું મારણ કર્યું તથા આદિવાસી પરિવાર ઘરે નાના છોકરાઓની રક્ષા કરતુ જોવા મળ્યુ છે.