• વાર્ષિક ફી રૂ.300 હતી જે વધારીને રૂ.500 કરવામાં આવી

  • રૂ. 2,500 ભરી પાંચ વર્ષનું પણ સભ્યપદ મેળવી શકાશે
  • જાન્યુઆરીથી જ અમલ

ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાયલના સભ્યપદની ફીમાં વધારો કરવા સાથે કેટલાક નવા નિયમો ઉમેરવામાં આવ્યાં છે. વિદ્યાપીઠના ગ્રંથાલયમાં અત્યાર સુધીમાં આજીવન સભ્યપદ આપવામાં આવતું હતુ, જે જોગવાઈ રદ કરી દેવામાં આવી છે. આજીવનના બદલે વધુમા વધુ 10 વર્ષ માટે સભ્યપદ આપવામાં આવશે. એટલે કે, હાલમાં જે સભ્યો આજીવન માટે છે તેઓની મૂદત પણ 10 વર્ષે સમાપ્ત કરી દેવામાં આવશે. આ સિવાય વાર્ષિક ફી રૂ.300થી વધારીને રૂ.500 કરવામાં આવી છે. આ સિવાય રૂ.2,500 ભરી 5 વર્ષ માટે પણ સભ્યપદ મેળવી શકાશે.

ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયમાં વિવિધ પ્રકારના અંદાજે 6 લાખ જેટલા પુસ્તકોનો સંગ્રહ છે. આ સિવાય વર્ષો જૂના અખબારોની પણ સાચવણી કરવામાં આવે છે. હાલમાં ગ્રંથાલયમાં અંદાજે 20 હજાર જેટલા સભ્યો છે જેમાથી આજીવન સભ્યપદ ધરાવનારની સંખ્યા પણ 2 હજાર જેટલી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. ગ્રંથાલયમાં સભ્યપદ મેળવવા માટેના અત્યારસુધીના જે નિયમો હતા એમાં વાર્ષિક સભ્યપદ માટે રૂ.300 ફી અને રૂ.1,000 ડિપોજીટ લેવામાં આવતી હતી. આ સિવાય રૂ.2,000 ભરી આજીવન સભ્યપદ પણ મેળવી શકાતું હતુ. હવે નવી જોગવાઈ મુજબ વાર્ષિક ફી રૂ.500 અને રૂ.1,000 ડિપોઝિટ નક્કી કરવામાં આવી છે.

ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયના સભ્યપદની નવી જોગવાઈ

1 વર્ષ માટે રૂ.500, 1,000 ડિપોઝીટ ? 5 વર્ષ માટે રૂ.2,500

10 વર્ષ માટે રૂ.4,000 ? વર્તમાન આજીવન સભ્યોની મૂદત દસમાં વર્ષે સમાપ્ત થઈ જશે


  • Follow us on: