• અમદાવાદમાં પાંચ દિવસ 16 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે

  • ડિસેમ્બર મહિનાના છેલ્લા ચારેક દિવસોમાં ઠંડી વધવાની શક્યતા
  • પ્રતિ કલાકે 30થી 40 કિ.મી.ની ગતિએ પવન ફૂંકાઈ શકે છે

સૌરાષ્ટ્રના જામનગર અને કચ્છ ખાતે 23મી ડિસેમ્બરે હળવા વરસાદની હવામાન ખાતાએ આગાહી વ્યક્ત કરી છે, પ્રતિ કલાકે 30થી 40 કિ.મી.ની ગતિએ પવન ફૂંકાઈ શકે છે, વાતાવરણ પલટાવાની આ શક્યતા વચ્ચે અમદાવાદમાં આગામી પાંચેક દિવસના અરસામાં તાપમાન 16 ડિગ્રી આસપાસ રહેશે, ખાનગી એજન્સીના મતે ડિસેમ્બર મહિનાના છેલ્લા ચારેક દિવસમાં અમદાવાદમાં ઠંડીમાં વધારો થઈ શકે છે. નલિયામાં 21.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ડીસામાં 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 16.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

રાપર-ભચાઉમાં ઝરમરિયો વરસાદ

કચ્છનાં વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ શુક્રવારે રાપર અને ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હળવો ઝરમર વરસાદ પડતાં ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. વરસાદ વરસતાં જીરું તથા અન્ય શિયાળું પાકને નુકસાન થવાની શક્યતા ખેડૂતોએ વ્યક્ત કરી હતી.


  • Follow us on: